આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી અંતર્ગત મહેસાણા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મહેસાણા પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રક્ત દાન કેમ્પનું આયોજન કરાયું હતું.

જેમાં જિલ્લા પોલીસવડા ડો.પાર્થ રાજ સિંહ ગોહિલ સહિત અધિકારીઓએ ઉપસ્થિત રહીને પોલીસ કર્મીઓને રક્ત દાન કરવા ઉત્સાહિત કર્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે અગાઉ મહેસાણા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું ત્યારે આજે રક્ત દાન કેમ્પ અને આગામી સમયમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.