પાટણ : ગોપાલક હાઈસ્કૂલ ખાતે યોજાયા ગરબા મહોત્સવ

શકિત, ભકિત અને આરાધના પર્વની તમામ મહોલ્લા અને સોસાયટીઓ ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે પાટણ શહેરમાં આવેલી તમામ શૈક્ષાણિક સંસ્થાઓ દવારા પણ એક દિવસીય ગરબા મહોત્સવ દવારા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પરંપરાગથી અવગત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે

ત્યારે પાટણ શહેરના હાઈવે સ્થિત માતરવાડી પાસે આવેલી એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ ખાતે શકિતની ઉપાસનાના પર્વ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કુલના આચાર્ય વાઘજીભાઈ દેસાઈ અને દવારકેશ કન્યા છાત્રાલય પાટણના મગનદાદા દવારા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી નવરાત્રી પર્વનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ વિદ્યાર્થીઓ શાળાના હોલ ખાતે મા અંબેના ગરબા ઘુમી શકિતની ઉપાસના કરી ધન્યતા અનુભવી હતી. તો શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ દવારા કાર્યક્રમનુું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.

તો કાર્યક્રમની આભારવિધી શાળાના શિક્ષાક રાજુભાઈ દેસાઈ દવારા કરી કાર્યક્રમની પૂણાહૂતિ કરી હતી.