પાટણ : કુણઘેર ગામે સંસ્કૃતિને અનુરુપ દેશી ઢબના યોજાયા ગરબા

પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ નવલા નોરતાની રંગત જામતી જોવા મળી રહી છે ત્યારે શહેરોમાં ડીજેના તાલે ગરબે ઘુમતાં ખેલૈયાઓ નજરે પડતા હોય છે

ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં આજેપણ ભારતીય સંસ્કૃતિ અનુરુપ માતાજીના ગરબા ગાવાનું અનેરુ મહાત્મ્ય અકબંધ જોવા મળી રહયું છે.

ત્યારે પાટણ તાલુકાના કુણઘેર ગામે બહુચર યુવક મંડળ દવારા છેલ્લા પચાસ વર્ષથી વર્ષોજૂની પરંપરા મુજબ માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘુમી માતાજીની આરાધના કરી નવલા નોરતાની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે.

ત્યારે ચાલુસાલે પણ દેશી પરંપરા અનુસાર દાંડીયારાસ રમીને યુવકો ચાચર ચોકમાં ભારતીય સંસ્કૃતિને અકબંધ રાખી ગરબે ઘુમતાં જોવા મળ્યા હતા.