ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ સ્ટલીંગ પાર્ક ના મુખ્ય ગેટ ઉપર પાણીની પાઇપ રિપોર કરવા જતા સાબરમતી ગેસ ની લાઈન માં ભંગાણ પડતાં આ વિસ્તારમાં ગેસનો પુરવઠો બંધ થતાં ગૃહિણીઓ મુશ્કેલીઓમાં મુકાઈ હતી રસોઈના સમયે જ આ ગેસ લાઇન તૂટવાથી ગેસ પુરવઠો બંધ થવાથી આ વિસ્તારના તમામ લોકો ના ગેસ બંધ થવાથી ચિંતામાં મુકાઈ ગયા હતા.

તપાસ કરતા માલુમ પડ્યું કે જેસીબી મશીન દ્વારા પાણીની પાઇપ લાઇન રીપેરીંગ માટે ખોદકામ દરમિયાન ગેસની પાઇપ લિકેજ થવાથી ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો સાબરમતી ગેસ કંપની વાળા એ જ્યાંથી પણ ગેસ ની લાઈનો જતી હોય ત્યાં ગેસ પાઇપ લાઇન પસાર થાય છે તેવા બોર્ડ મારવા જોઈએ અને જમીનની અંદર જે ગેસ લાઇન ફીટ કરવામાં આવે છે

તેના ઉપર ત્રણ ફૂટ ઉપર ગેસલાઈન નું વેપર મારવું જોઈએ જેથી જ્યારે પણ ખોદકામ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે અહીંથી ગેસ લાઇન પસાર થઇ રહી છે તો કોઈ નુકસાન ના થાય અને કોઈ મોટી હોનારત થતી અટકી જાય આજે પણ કોઈ જો અગ્નિ જલત પદાર્થ આ લીકેજ પાઇપને સ્પશૅ થયો હોત તો

મોટી હોનારત થાત એવું આ વિસ્તારના રહીશો નું કહેવું છે અને સાબરમતી ગેસ કંપની ના ઓફિસ ઉપર ફોન કરતા ફોન નો કોઈ જવાબ મળતો ન હતો અને પ્રજાને ગેસ વગર હાલાકી ભોગવવી પડી હતી જ્યારે પણ કોઈ લાઈનમાં તકલીફ થાય ત્યારે તાત્કાલિક મેસેજ છોડી ગ્રાહકોને જાણ કરવાની ફરજ કંપનીની આવે છે જેથી ગ્રાહકોને કોઈ અન્ય વિકલ્પો શોધી પોતાની વ્યવસ્થા જાતે કરી શકે પરંતુ આજે સાબરમતી ઓફિસ ના ફોન નંબર ઉપર ફોન કરવા મા આવતો પણ ઓફિસનો ફોન કોઈ રીસીવ કરતું ન હતું આ વિસ્તારના ગ્રાહકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય ગેસ લાઇનમાં તો કંપનીવાળા એ તાત્કાલિક મેસેજ છોડી ગ્રાહકોને જાણ કરવી તેઓની ફરજમાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024