પાટણ પાલિકામાં પ્રમુખ સ્મિતાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા બુધવારે મળી હતી. જેમાં ઉગ્ર દલીલબાજી સાથે સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ દ્વારા ગેરકાયદે બાંધકામો અંગે બેવડા ધોરણો તેમજ ગેરવહીવટ સહિતના મુદ્દે ચીફ ઓફિસરને ઘેરવાનો પ્રયાસ કરી આક્ષેપોની ઝડી વરસાવી હતી. જેમાં ચીફ ઓફિસર દ્વારા સ્વ બચાવમાં એકબીજા તર્ક રજૂ કર્યા હતા. પરંતુ સભ્યો તેનાથી પૂર્ણ સંતોષ ન થઇ આક્ષેપબાજી ચાલુ રાખી હતી.

સામાન્ય સભામાં એજન્ડાના ૧૦પ અને વધારાના ૧૦ પેકી સફાઈ કામદારોની ભરતીના એકમાત્ર કામ સિવાય બાકીના તમામ ૧૧૪ કામો વિપક્ષ અને એક અપક્ષના વાંધા સાથે મંજુર કરી લેવાયા હતા. સત્તા પક્ષ દ્વારા સ્ટ્રીટ લાઈટ સહિત અન્ય કામોના બાકી બિલ ચૂકવવા રજા ચિઠીનો ભંગ કરી થતાં બાંધકામો તોડી પાડવા તેમજ અલગ-અલગ એજન્સીઓને ફાળવેલા હોડિગની ભાડાની રકમમાં રૂ.૧૮ લાખ લેણાં નીકળે છે તેના માટે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

જ્યારે અપક્ષ ડો. નરેશ દવે અને વિરોધ પક્ષ નેતા ભરત ભાટિયાએ સત્તાપક્ષ સામે બહુમતીના જોરે ભ્રષ્ટાચાર કરવા માટે કામો મંજૂર કરી દેવાયા હોવાનો આક્ષેપ કરી અમે લેખિત વાંધો દશાઁવ્યો છે અને મ્યુનિ. કમિશનર સમક્ષ બોર્ડની કાર્યવાહીને પડકારવાનું જણાવ્યું હતું.

સ્ટ્રીટ લાઈટ શાખામાં રૂપિયા બે કરોડના કામો પાંચ વર્ષથી પેન્ડિંગ છે. અને જે કામો થયા છે તેનું બીલ ચૂકવવામાં આવતું નથી. સત્તાપક્ષના શૈલેષ પટેલે તમામ શાખાના જે કામો થયેલા છે તેમાં દરેકને થોડી થોડી રકમ ચૂકવણી કરવા સૂચન કયું હતું.

અપક્ષ નરેશ દવેએ જણાવ્યું કે વીજ કંપનીનું દેવું વધારે બાકી હોવાથી સ્ટ્રીટલાઇટના કામોને મંજૂરી આપવામાં આવતી નથી. સતાપક્ષમાં તાકાત હોય તો છ મહિનામાં કામો મંજૂર કરાવી દો. રજા ચિદ્રૃીના નિયમોનો ભંગ કરીને થયેલા ગેરકાયદે બાંધકામ અંગે સત્તાપક્ષના શૈલેષ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલે જ્યારે અપક્ષ નરેશ દવે અને વિપક્ષ ભરત ભાટિયાએ ઉઠાવેલા મુદ્દામાં જલારામ ચોક, જુના રેડક્રોસ ભવન, ટી.પી સ્કીમનો પ્લોટ, રાજમહેલ રોડ અને બગવાડાથી દોશીવટ સુધીની પ થી ૬ દુકાનો સામે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં એકમાત્ર રાજમહેલ રોડ ઉપર બાંધકામની રજા ચિદ્રૃી રદ કરવા અને અન્ય કિસ્સામાં નોટિસો આપવાનો ઠરાવ કરાયો હતો. જળ ચોક અને ખાન સરોવર પાસેના શરત ભંગના કામો ચર્ચામાં લેવાયા ન હતા. વિપક્ષે સત્તાપક્ષના મળતિયાઓના દબાણકારોને નોટિસ આપી હોવાની પ્રતિક્રિયા આપી હતી.

પારેવા સર્કલ અને સૂર્ય નગર પંપીગ સ્ટેશન ઉપર નવીન બોરવેલ માટે વીજ કનેક્શન, ભૂગર્ભ ગટર એક અને બે માં વાષીક મરામત અને નિભાવણી, અલગ-અલગ ૩૩ વિસ્તારોમાં સીસી રોડ બ્લોક પેવિંગ કમ્પાઉન્ડ વોલ સ્ટ્રોમ વોટર, મુખ્યમંત્રી સડક યોજનામા અલગ-અલગ ૧૩ વિસ્તારમાં રોડ રસ્તા બ્લોક પેવિંગ, ત્રણ વિસ્તારોમાં સંરક્ષણ દિવાલ ફિલ્ટર પ્લાન્ટ પાસેનું નાળું પહોળું કરવું બ્રહ્માકુમારી કેનાલ ઉપર સંરક્ષણ દિવાલ, મોતીશા ચામુંડા સોસાયટી ટીબી ત્રણ રસ્તા વ્રજ ગાર્ડન સોસાયટી અને કાલી બજાર ખાલક પરામાં ભૂગર્ભ ગટર, અમૃત યોજના હેઠળ જુદા જુદા ૧૩ વિસ્તારમાં નવીન ફૂટપાથ, હેરિટેજ રોડ ઉપર નાણાપંચની ગ્રાન્ટમાંથી નવીન વીજળીના થાંભલા નાખવા, બગીચાઓનો વિકાસ કરવાના કામોને સત્તાપક્ષો બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે સામાન્ય સભા પૂર્ણ થઈ ગયા બાદ પાલિકાના ઉપપ્રમુખ અને સાશક પક્ષના નેતા વચ્ચે વોટર વર્કસના કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં મૂકવા બાબતે શાબ્દીક યુધ્ધ થતાં શાસક પક્ષના નેતાઓ તેઓને ઠારવા સભાખંડમાં દોડી આવ્યા હોવાના દૃશ્યો કેમેરામાં કંડારાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024