પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી ખાતે આજરોજ સીસીસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવિર્સટીના મેથેમેટિક વિભાગમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી કર્મચારીઆેને સી.સી.સી. પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે.જેને લઇને આ પરિક્ષાએ બઢતી માટે ઉપયોગી બનતી હોય છે.
આ પરીક્ષા માટેનું કેન્દ્ર પાટણ યુનિવિર્સટીમાં ફાળવવામાં આવ્યું છે.અને તબક્કાવાર આ પરીક્ષાઆે યોજવામાં આવી રહી છે.અત્યાર સુધી યુનિવિર્સટીમાં ૧૦ હજાર કરતા પણ વધારે સરકારી કર્મચારીઆે પાટણ યુનિવિર્સટીમાં આ પરીક્ષા આપી ચૂક્યા છે.
હાલમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે યુનિવિર્સટી દ્વારા કોરોના ની ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન થાય તે હેતુસર ની બેન્ચમાં પરીક્ષાઆે યોજવામાં આવી રહી છે.ત્યારે આજે પણ ૩૦ જેટલા કર્મચારીઆેએ પરીક્ષા આપી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ના થઇ હોવાનું યુનિવિર્સટીના રજીસ્ટાર ડોક્ટર ડી.એમ.પટેલે જણાવ્યું હતું.