માનવ સેવા એજ પ્રભુ સેવા માં માનનાર જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા ૯૦ દિવસ માં આજે ૬૦ અને ૬૧ માં પ્રોજેક્ટ નું લોન્ચિંગ પાટણ નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ હસ્તક ન્યૂ સંતોકબા હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

જાયન્ટ્સ પાટણ દ્વારા હાંસાપુર ડેરી પાસે ઝુંપડાબાંધીને રહેતા જરૂરિયાત મંદ પરિવારોને પ્રસંગોપાત મદદ કરે છે. આ ઝુંપડા બાંધીને વસવાટ કરતાં પરિવારોને જાયન્ટસ પ્રમુખ નટુભાઈને જાણવા મળેલ કે આ પરિવારોને વરસાદની સિઝનમાં ઝુંપડા ઓ ઉપર થી ખુબજ વરસાદી પાણી ઘરમાં પડતું હોય છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોઈ રાત્રી દરમિયાન વરસાદ પડતાં આ પરિવારો પોતાના ઝુંપડામાં વરસાદી પાણી પડવાના કારણે આખીરાત જાગીને રાતવસો કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી જાયન્ટસ પાટણના પ્રમુખ નટુભાઈ દરજીએ પ્રોજેકટ નંબર ૬૦ અંતર્ગત દરેક ઝુંપડામાં પાણી ન પડે એટલા માટે ૧ર બાય ૧ર ની ૬૦ નંગ તાડપતરીના દાતા તૈયાર કરીને આ પ્રોજેકટ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમ પાટણના રાજમહેલ રોડ પર આવેલ ન્યુ સંતોકબા હોલ ખાતે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ ધર્મેશપ્રજાપતિ સહિત તાડપતરીના દાતા દરજી નટુભાઈ દવારકાદાસની ઉપસ્થિત વચ્ચે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરુઆતમાં પાલિકા પ્રમુખ અને પાલિકાના ઉપપ્રમુખનું સન્માન બુકે અને રાણીનીવાવના સ્મૃતિચિન્હ સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાંસાપુર ડેરી પાસે જરુરીયાતમંદ પરિવારોના ઝુંપડા ઉપર ઢાંકવા માટે વરસાદના પાણીના રક્ષાણ માટેછ ૬૦ નંગ ૧ર બાય ૧રની તાડપતરીનું વિતરણ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પ્રોજેકટ નંબર ૬૧ અંતર્ગત પાટણ નગરપાલિકાના કોરોના વોરિયર્સ તરીકે સેનેટરી ઈન્સ્પેકટર ઋતુબેન ઠાકોર અને અન્ય બે કર્મચારીઓને સન્માનપત્ર સહિત મોમેન્ટો આપી ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તો જાયન્ટસ પાટણના દાતાઓનું પણ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે બુકે અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

તો આ પ્રસંગે જાયન્ટસ પાટણ દ્વારા દત્તક લેવાયેલ ગરીબ વિધાર્થીને શૈક્ષાણિક કીટનું વિતરણ પણ પાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસાપુર ડેરી પાસે છેલ્લા ર૦ થી રપ વર્ષથી ઝુંપડા બાંધીને વસવાટ કરતા ગરીબ પરિવારના એક ઈસમે જણાવ્યું હતું કે જાયન્ટસ પાટણ હંમેશા અમારી મદદ કરતી હોવાનું જણાવી બીજી અન્ય સંસ્થાઓ અમારી ખબર અંતર પણ પુછતા ન હોવાનું જણાવી સરકાર દ્વારા અમને કાયમી ઝુંપડા બાંધવા માટેની જગ્યા ફાળવવામાં આવે તેવી આ પ્રસંગે અપીલ કરી હતી.

તો પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જાયન્ટસ પાટણ જેવી સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ થકી કોરોના જેવી મહામારીમાંથી પાટણ શહેર બહાર આવ્યું હોવાનું જણાવી જાયન્ટસ પાટણ હંમેશા સમાજલક્ષાી અને ગરીબલક્ષાી સેવાઓ કરતી આવી હોવાનું જણાવી પાલિકાની કોઈપણ મદદ માટે તેઓ તત્પર હોવાનું કહી પાટણ શહેરમાં જાયન્ટસ પાટણ દ્વારા કોઈ બગીચો દત્તક લઈ તેમાં કાર્યાલય બનાવવામાં આવવાની માંગ હશે તો તેને પણ પરિપૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી.

તો પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જાયન્ટસ પાટણની કામગીરીને બિરદાવી જાયન્ટસ પાટણ સેવાકીય પ્રવુતિઓ થકી સમાજ અને સંસ્કૃતિને આગળ ધપાવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024