પાટણ નાગરીક સહકારી બેંકના સભાસદોને પ્રોત્સાહિત કરવાના ભાગરુપે આજરોજ એમ.એન. હાઈસ્કૂલ ખાતે ભેટ સોગાદ આપવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલની અધ્યક્ષાતામાં યોજાયો હતો. જયારે ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને બુકે દ્વારા નાગરીક બેંકના ચેરમેન સહિત ડિરેકટરોએ સન્માન કર્યું હતું. ત્યારબાદ દિપપ્રાગટય કરીને ભેટ સોગાદ આપવાના કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નાગરીક બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલે બેંક દ્વારા સભાસદોને આપવામાં આવી રહેલી ગિફટ અંગેની માહિતી આપી હતી.
તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ નાગરીક સહકારી બેંકના કર્મચારીઓ સહિત તેઓના ડિરેકટરો દવારા સુંદર મેનેજમેન્ટ કરાતું હોવાથી ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન કાયમ કરી રહી હોવાનું જણાવી પોતાના પ્રતિભાવો વ્યકત કર્યો હતા.
તો પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ બેંકની ઉપયોગીતા સમજાવી બેંકના સારા વહીવટથી બેંકની પ્રગતિ થતી હોવાનું જણાવ્યું હતું અને એક અર્બન બેંકના સારા વહીવટથી થાપણદારોનો વિશ્વાસ સંપાદન કરી બેંકને ફરીથી ઉભી કરી હોવાનું ઉદાહરણ આપી પોતાના વિચારો રજૂ કર્યાં હતા. ત્યારબાદ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે પ્રતિકરુપે સભાસદોને મોમેન્ટો આપવામાં આવી હતી.
