પાટણમાં પરિણીત યુવકે યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

પોસ્ટ કેવી લાગી?

પાટણ શહેરની 23 વર્ષની એક યુવતી સાથે શહેરનાં જ એક યુવાને શહેરની એક હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ યુવતીએ નોંધાવી હતી. આ અંગેની વિગત છે કે, પાટણમાં એક સોસાયટીમાં રહેતી મૂળ ચાણસ્માની અને હાલમાં અમદાવાદ ખાતે રહેતી 23 વર્ષિય યુવતી સાથે પાટણનાં અંબાજી નેળિયાની એક સોસાયટીમાં રહેતા સાવન નામનાં યુવાને પ્રેમસંબંધ કેળવીને તથા મિત્રતા બાંધી હતી અને યુવતીને તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો ને તેની સાથે અવારનવાર સંબંધ બાંધતો હતો.

છેલ્લે તા.7-12-23 નાં રોજ સવારે યુવતી સાથે આ યુવાને પાટણમાં એક હોટલ ખાતે તેની સાથે સંબંધ બાંધ્યા હતા ને તેને અપમાનિત શબ્દો બોલ્યા હતા. આ બનાવ અંગે પોલીસે યુવતીની ફરીયાદ આધારે આઇપીસી 376(2)એન મુજબ ગુનો નોંધ્યો હતો.દરમિયાન પિડિતા યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં લંબાણપૂર્વક કથનીનો ઉલ્લેખ કર્યો છે ને કેટલાક આક્ષેપો કર્યા છે. જેમાં તેનાં જણાવ્યા પ્રમાણે યુવતી પાટણનાં કોલેજ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં એક લેડીઝવેરની દુકાનમાં નોકરી કરતી હતી. જ્યાં સાવન સાથે મિત્રતા થતાં એકબીજાનાં સંપર્કમાં ફોન થકી રહેતા હતા. યુવતીએ આ નોકરી છોડી દીધી હતી. તે પછી સાવને આ યુવતીને પોતાના ભાઈની પાટણમાં આવેલી ક્લિનીકમાં કેશ કાઉન્ટર ઉપર નોકરી અપાવી હતી.

સાવન આ હોસ્પિટલ સંભાળતો હોવાથી બંને વચ્ચેની મિત્રતા અને પ્રેમસંબંધ બંધાયો હતો. સાવને યુવતીને પોતાની પત્નિ સાથે મનમેળ ન હોવાથી છુટાછેડા લેવાનો છે ને તેની (યુવતિ) સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવીને તેણે યુવતિને પ્રપોઝ કર્યું હતું.અઢી વર્ષ અગાઉ યુવતી જ્યાં નોકરી કરતી હતી તે પાટણની ક્લિનીકમાં દર્દીને તપાસવાની રૂમમાં પ્રથમવાર સંબંધ બાંધ્યા પછી સાવન યુવતીને અલગ અલગ જગ્યાએ અને તેનાં ઘરે જઇને સંબંધ બાંધતા હતા ને તે ત્રણ વર્ષ સુધી યુવતીને લગ્ન કરવાનું કહીને તેની સાથે સંબંધ રાખતો હતો.

તા.7-12-2023નાં રોજ યુવતીએ સાવનને લગ્ન કરવા બાબતે કહેતાં તે બાબતે બંને જણા પાટણનાં બ્રીજ પાસેની એક હોટલમાં રૂમ રાખીને ત્યાં મળ્યા હતા અને લગ્ન કરવાનું કહેતાં સાવને યુવતીને ગાળો બોલી હતી ને લગ્નની પાડી હતી ને હવે પછી મારૂ નામ લઇશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. થોડા દિવસ બાદ સાવને યુવતીનાં ઘેર જઈને પોતાની ભૂલ થઈ હોવાનું જણાવી તેની સાથે લગ્ન કરવાનું જણાવી હાલમાં તુ કોઇને કાંઈ કહેતી નહિં તેમ કહેતાં બંને વચ્ચે ફરીથી પહેલાની જેમ વાતચીત શરૂ થઇ હતી.

બાદમાં યુવતી તેનાં પિતાનાં ઘેર જતી રહી હતી. યુવતીએ તા. 21-2- 24નાં રોજ તેનાં ઇન્સ્ટાગ્રામમાં સાવનની પત્નિના આઇડીમાં સાવનની પત્નિએ ‘બેબી શાવર’ (સિમંત)નો ફોટો મૂક્યો હોવાથી યુવતીએ સાવનને મેસેજ કરતાં તેણે મેસેજ કરવાની ના પાડતાં યુવતીએ તેને ફોન કરતાં સાવને તેની પત્નિનો ફોટો ન હોવાનું જણાવીને તે ફોટા ડિલીટ કર્યા હતા. ત્યારબાદ થોડીવાર પછી સાવનનાં મિત્રએ યુવતીને ફોન કરીને સાવનની પત્નિ પ્રેગનેન્ટ છે તેમ જણાવતાં તેણે સાવનને ફરી ફોન કરતાં તેણે યુવતીને ગાળો બોલી લગ્નની ના પાડીને તેને ધમકીઓ આપી હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો હતો.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures