રાધનપુરમાં એક યુવાન વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ થયો હતો, જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ટોળકીને કલાકોમાં ઝડપી પાડીને આરોપીઓને સળીયા પાછળ ધકેલી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે ત્રણ વર્ષ અગાઉ પણ આવીજ મોડસ આપરેન્ડીથી એક બાઇકચાલકને ફસાવવાનો પ્રયાસ થયો હતો.

રાધનપુરના ગંજ બજારમાં પેઢી ધરાવતા વેપારી દશરથભાઈ જશાભાઇ ચૌધરી 29 ફેબ્રુઆરીના બપોરે રાધનપુરથી વારાહી તરફ જવા નીકળ્યા હતા. તેઓ બપોરના સમયે રાધનપુર કચ્છ હાઇવે પર પસાર થતા હતા ત્યારે ભિલોટ ત્રણ રસ્તા ચોકડી પાસે એક અજાણી મહિલાએ બાઈક ઉભુ રખાવી મોટી પીંપળી ગામ સુધી લઇ જવા વિનંતી કરતાં લિફ્ટ આપી હતી. મોટી પીંપળી ગામ નજીક પહોંચતાં મહિલાએ નાની પીંપળી તરફ જવાના માર્ગે પર ઉતારવાનું કહેતાં બાઇક આગળ લીધું હતું પણ મહિલાએ ઉતારવાનું કહ્યું હતું તેટલામાં પાછળથી બાઈક પર આવેલા શખ્સોએ દશરથભાઇનું બાઈકની ચાવી કાઢી લીધી હતી અને મહિલાને આગળ મૂકી આવ્યા હતા.

બાદમાં દશરથભાઈ ચૌધરીને ગડદાપાટુનો માર મારી ધમકી આપી રૂ.25 લાખ આપવાની માંગણી કરી છેલ્લે 10 લાખ કહ્યા હતા. વેપારીએ 3 લાખ આપવા તૈયારી બતાવી હતી ત્યારે ત્રણ શખ્સોએ દશરથભાઈ ચૌધરીના વીડિયો ઉતારીને ખીસ્સામાંથી રૂ.16 હજાર લઈને જવા દીધા હતા અને બાકીની રકમ શુક્રવારે આપવાનું જણાવી નહિ આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

બીજા દિવસે ફોન દ્વારા ઉઘરાણી કરતાં દશરથભાઇના કાકા સાથે હોટલ પર મળવા માટે જઇ પૈસા માટે મહેતલ આપવાની વાત કરી હતી. આ અંગે વેપારી દશરથભાઇએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે છટકું ગોઠવીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

રાધનપુર પોલીસે મોંઘીબેન દહેગામ તા.રાધનપુર, વાલાભાઈ ગોવિંદભાઈ, રહે કિલાણા તા.સાંતલપુર, જગાભાઈ મેઘાભાઈ, રહે નાનીપીપળી.તા.રાધનપુર ઝડપી પાડયા હતા. ત્રણેય શખ્સને શનિવારના રોજ રાધનપુર નામદાર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેમજ રાધનપુર પોલીસે ફરાર આરોપી જોધાભાઈ વસ્તાભાઈ રહે નાની પીપળી તા.રાધનપુરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યો છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024