પાટણ: ધારપુરમાં ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર જૂની અદાવતને લઇ થયો હુમલો
ગુજરાતના જાણીતી ગીતકાર કાજલ મહેરીયા પર સોમવારે રાત્રિ દરમિયાન હુમલો થવાની ઘટના સામે આવી છે. પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર હુમલો કરાયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રમુ દેસાઈ નામના શખ્સ સહિત અન્ય 4 શખ્સો સામે હુમલાની ફરિયાદ કરી છે. દિગડી ગામના રમુ દેસાઇએ કાજલ પર જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ હુમલામા કાજલ મહેરિયાને ઈજા પહોંચી છે, તો સાથે જ તેમની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું