વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર ખૂબજ ઘાતક સાબિત થતાં સરકાર દવારા આંશિક લોકડાઉન આપી લોકોના ધંધા-રોજગાર બંધ કરાવી કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઓછું થતાં સરકારની ગાઈડલાઈન મુજબ અમુક અંશે ધંધા-રોજગારોને છુટ આપવામાં આવી હતી. ત્યારે આંશિક લોકડાઉનના સમયમાં છેલ્લા બે માસથી જીમ સેન્ટરોના માલિકોને સરકાર દવારા છુટ આપવામાં ન આવતાં તેઓ આર્થીક ભીંસમાં મુકાયા હતા
પાટણ શહેરના જીમ સેન્ટરો દવારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જીમ સેન્ટરો ચાલુ કરાવવા માંગ પણ કરાઈ હતી. ત્યારે ગતરોજ સરકાર દવારા જાહેર કરવામાં આવેલી નવી છુટછાટમાં જીમ સેન્ટરોને પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ મંજૂરી અપાતા જીમ સેન્ટરોના માલિકો સહિત કસરત કરતા યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
છેલ્લા બે માસથી બંધ પડેલા જીમ સેન્ટરોને તેના માલિકો દવારા ખોલવામાં આવ્યા હતા અને છેલ્લા બે માસથી પડી રહેલા જીમના તમામ સાધનોને સેનટાઈઝ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે કોરોનાની મહામારી વચ્ચે જીમ સેન્ટરોને મંજૂરી મળતાં જીમ સેન્ટરોના માલિકો દવારા પણ કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે ધ્યાન રાખી કસરત કરવા આવતાં યુવાનોને ફેસકીટ માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ સાથે કસરત કરાવવામાં આવશે અને પચાસ વર્ષથી ઉપરના અને નાના બાળકો માટે અલગ બેચની વ્યવસ્થા પણ કરવામાં આવનાર હોવાનું મહેતા જીમના સંચાલક ડૉ દિપક મહેતાએ જણાવી દરેક બેચમાં માત્ર દશ વ્યકિતઓને જ કસરત કરાવવામાં આવવાનું પણ જણાવ્યું હતું.