સાબરકાંઠાના વડાલી ના થેરાસણા સબસેન્ટર માં છેલ્લા ૧ર વર્ષ થી ફરજ બજાવતા આરોગ્ય કર્મીને અચાનક છૂટા કરી દેવાતા આત્મવિલોપનની ચીમકી આપવાના મામલો જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

જોકે આરોગ્ય કર્મીએ પોતાની ભૂલ સ્વીકારી હોવા છતાં સ્થાનિક ડોકટર દ્વારા ફરી થી નોકરી માં હાજર કરવા પૈસાની માગણી કરવાના આક્ષેપને પગલે આરોગ્ય વિભાગમાં પણ ખળભરાટ સર્જાયો છે.

સાબરકાંઠાના વડાલીમાં આવેલા કુબાધરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા ફેસિલિટેટર તરીકે કામ કરતી યુવતીને પારિવારિક સમસ્યાઆે સર્જાતા ર૦ દિવસ સુધી પોતાના પિયરમાં રહેવા જતા કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વિના કશ્યપ પટેલ નામના ડોક્ટર દ્વારા આરોગ્ય કર્મી ને છુટા કરી દેવાતા સમગ્ર મામલો ગરમાયો છે જે અંતર્ગત નીલમ વણકર નામની યુવતી છેલ્લા૧ર વર્ષથી આશા ફેસિલિટેટર તરીકે કુબાધરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે સાથોસાથ કોરોના મહામારીમાં પણ અવિરત સેવા આપી હોવા છતાં

પારિવારિક સમસ્યાના પગલે સામાન્ય બાબતમાં નોકરીમાંથી પાણીચું આપતા યુવતીએ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી તેમજ આત્મવિલોપન કરવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો જોકે કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વિના તાત્કાલિક ધોરણે આરોગ્ય કર્મીને છુટી કરી દેવાયાના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો છે સાથોસાથ આત્મવિલોપનની ચીમકી આપવાના પગલે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.

જોકે બીજી તરફ યુવતીએ સ્થાનિક ડોક્ટર પર એવો પણ આક્ષેપ કર્યો છે કે નોકરી માટે પરત કરવા મામલે કશ્યપ પટેલ નામના ડોક્ટર દ્વારા નોકરીમાં ફરીથી હાજર કરવા માટે પૈસાની પણ માગણી કરાઈ છે જોકે આ મામલો ડોક્ટરે માત્ર પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ભારે વિરોધાભાસ સર્જાયો છે.

જો કે એક તરફ સ્થાનિક ડોક્ટર ઉપર લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવે છે તો બીજી તરફ પીડિત આરોગ્ય કર્મીએ આ મામલો આેડિયો ક્લિપ જાહેર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે એક તરફ નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે તો બીજી તરફ પરિવારિક સમસ્યાઆેની સાથે સાથે પોલીસ દ્વારા પણ હેરાનગતિ કરવામાં આવી રહી છે પીડિત આરોગ્ય કર્મીએ પોતાની વ્યથા વિડિયો મારફતે વાઈરલ કરતા પોલીસે તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામીન માટેની પ્રક્રિયા હાથ ધરી છે જોકે વિવિધ વિરોધાભાસ વચ્ચે પીડિત યુવતી નું જીવન જોખમમાં મુકાય તેવીસ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024