પાટણ : વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ પ્રવાસીઓ માટે મુકાઈ ખુલ્લી

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે કોરોના રોગ વધુના ફેલાય તેના ભાગરૂપે સરકાર દ્વારા ખાસ પગલોં લેવામાં આવ્યા હતા. જેમાં જાહેર સ્થળો ઉપર પ્રવાસીઆેની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ (Rani ki vav)છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આજે બુધવારે સવારથી પર્યટકો માટે ખુલ્લી મુકી છે. જેમાં પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ થયો છે.

છેલ્લા દોઢ માસ બંધ રહેલી વર્લ્ડ હેરિટેજ (world Heritage) રાણકી વાવ (Rani ki vav )આજે બુધવારથી પર્યટકો માટે સરકારની કોરોના ગાઈડલાઈન બાદ ખુલતાં પર્યટકોએ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળી હતી. તો કેટલાક પ્રવાસીઆે યાદગારી માટે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. જેમાં હસમુખભાઈ પરમારે જણાવ્યું હતું કે રાણકીવાવમાં (Rani ki vav) પ્રવેશ માટે આેનલાઇન અને આેફલાઈન ટીકીટની સુવિધા કરવામાં આવી છે.

જેમાં ભારતીય પ્રવાસી માટે આેનલાઈન ૩પ અને આેફલાઇન ૪૦ રૂપિયા ટીકીટ છે. જ્યારે વિદેશી માટે આેનલાઈન પપ૦ અને આેફ લાઇન ૬૦૦ રૂપિયા છે. જેથી પર્યટકો રાણકી વાવમાં પ્રવેશ કરવા માટે આેનલાઇન અથવા આેફલાઈન સુવિધા મારફતે ટીકીટ મેળવી શકશે.

રાણકીવાવ ખાતે પ્રવાસીઆેને ગાઈડ તરીકે કામ ગીરી કરતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ માસથી અમારી રોજીબંધ હતી. તે ચાલુ થતા આનંદ થયો છે. હવે રોજી પણ મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ રાણકી વાવ બંધ રહેતા અંદાજે ૬ લાખથી વધુનું નુકસાન સરકારને થવાનો અંદાજ છે.

#worldHeritage #Ranikivav #PTNNews #PatanNews #GujaratiNews #Gujarat #Patan #પાટણ #PatanDistrict #PatanCity #BreakingNews #TodayNews #તાજાસમાચાર #ટૉપન્યૂઝ

World Heritage Ranakiwav opened to tourists from Wednesday following the government’s Corona Guidelines for World Heritage Ranakiwav. So some tourists were seen taking selfies for a memento.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here