• હારિજ ખાતેથી વિદેશી દારૂ ની બોટલો નંગ- ૨૫૯૨ તથા બિયર ટીન નંગ-૬૪૮ મળી કુલ નંગ-૩૨૪૦ કૂલ કી.રૂ.૩,૧૫,૫૭૬/-નો મુદ્દામાલ પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ.
  • પાટણ એસ.પી અક્ષયરાજ ની પાટણ જીલ્લામાંથી દારૂ ની બદીને નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી તથા પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા એ.એસ.આઇ. ભરતસિંહ પ્રભાતસિંહ તથા અ.હેઙ.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ એ રીતેના પાટણ એલ.સી.બી. સ્ટાફ ના માણસો તથા અ.હેઙ.કો. સુમંતકુમાર જયંતીલાલ તથા અ.હેઙ.કો. રણવીરસિંહ ચમનસિંહ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ ખાનસિંહ એ રીતેના મીસીંગસેલ ના માણસો સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતા
  • દરમ્યાન અ.હેઙ.કોન્સ. કુલદિપકુમાર લક્ષ્મીદાસ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચૌહાણ દિલિપસિંહ પ્રભાતસિંહ રહે. હારીજ દરબાર વાસ તા.હારીજ જી.પાટણ વાળાઓએ ધરમશીભાઇ કેશાભાઇ દેવીપુજક રહે.હારીજવાળાઓની કબજા ભોગવટાની ઓરડી ભાડે રાખી ઓરડીમાં બહારથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ સારુ લાવી ઉતારેલ છે. અને કેટલોક વિદેશી દારૂનો જથ્થો વેચાણ સારુ પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે વેચાણ સારુ રાખેલ છે.
  • જે હકીકત આધારે પંચો સાથે સદરી હકીકતવાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતાં ચૌહાણ દિલિપસિંહ પ્રભાતસિંહ રહે. હારીજ દરબાર વાસ તા.હારીજ જી.પાટણ વાળાઓએ ધરમશીભાઇ કેશાભાઇ દેવીપુજક રહે.હારીજવાળાઓની કબજા ભોગવટાની ઓરડી ભાડે રાખી ઓરડીમાં બહારથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દારૂ ની બોટલ નંગ-૨૪૯૬ કી.રૂ.૨૩૪૬૨૪ તથા બિયરના ટીન નંગ-૬૪૮ કી.રૂ.-૭૧૯૨૮ નો મુદ્દામાલ રાખી તથા પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરની ઓસરીના ભાગે ઓટલા નીચે બનાવેલ કબાટમાં વિમલ ના પ્રિન્ટેડ થેલામાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની બોટલ નંગ-૯૬ કી.રૂ.૯૦૨૪ રાખી જે વિદેશી દારૂની બોટલ તથા બિયર મળી કુલ નંગ-૩૨૪૦ કૂલ કી.રૂ.૩,૧૫,૫૭૬/- નો મુદ્દામાલ રાખી પ્રોહી રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોઇ સદરી ઇસમ વિરૂધ્ધ હારિજ પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024