harij news

ગુજરાત(Gujarat)માં મહિલા અત્યાચારના અનેક કિસ્સાઓ છેલ્લા થોડાક મહિનાઓથી સામે આવ્યા છે. પાટણ(Patan) જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. જે વીડિયો વાઈરલ થયા છે, એ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. પાટણ એસપી અને કલેકટર હારીજ પહોંચ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં 17 લોકોની અટકાયત કરી લેવામા આવી છે.

આ બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતું કે આ ધટનામાં સંડોવાયેલા તમામ 17 જેટલાં લોકોની અટકાયત કરી આવો બનાવ ફરીથી ન બને તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પીડિતાને પણ પોલીસ રક્ષણ સાથે તેની ઈચ્છા હશે ત્યાં મોકલી આપવામાં આવશે.

હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

માથે ટકો કરી વસાહતમાં ફેરવવામાં આવી

યુવતીને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. યુવતીના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા યુવતીના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી.

યુવતી કરગરતી રહી રડતી રહી પણ કોઇનું હૃદય ન પીગળ્યું

તાલિબાની સજા અપાઈ એ સમયે યુવતી સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. યુવતીને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

પાટણ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું

હારીજમાં પ્રેમી યુગલને આપવામા આવેલી તાલીબાની સજાનો વીડિયો વાઈરલ થયા બાદ પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા હારીજ પહોંચ્યા છે. હારીજ પોલીસ દ્વારા વાદી વસાહતના 17 લોકોની અટકાયત કરી લેવામા આવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024