પાટણ : જલારામ ચોક પાસે ગાડીમાં લાગી અચાનક આગ

- Advertisement -

This browser does not support the video element.

પાટણ શહેરના જલારામ ચોક ખાતે ગતરોજ એક અજીબો ગરીબ ઘટના ઘટવા પામી હતી જેમાં એક ચાલતી ગાડીના આગળના બોનેટમાંથી ધુમાડો નિકળતાં લોકોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા.

જેથી સમય સૂચકતા વાપરી ડ્રાઈવર સહિત મુસાફરો અંદરથી ઉતરી જવા પામ્યા હતા ત્યારે સ્થાનિક લોકો દ્વારા ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.