ભારતના વડાપ્રધાનના ૭૧માં જન્મદિનને લઈ પાટણ શહેર ભાજપ દવારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રુટ વિતરણ, વૃક્ષારોપણ, યજ્ઞ, ગૌમાતાને ઘાસચારા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ત્યારે વડાપ્રધાનના જન્મદિનને લઈ યોજાયેલા વિવિધ કાર્યક્રમોના અંતે પાટણ શહેરના છીંડીયા દરવાજા ખાતે આવેલા રામજી મંદિર ખાતે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલની અધ્યક્ષતામાં ભગવાન રામની મહાઆરતી ઉતારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટીસંખ્યામાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કોપોરેટરો સહિત મહિલા મોરચાની બહેનો મોટીસંખ્યામાં
ઉપસ્થિત રહી ભગવાન રામની આરતી ઉતારી વડાપ્રધાનનું આયુષ્ય લાંબુ થાય અને તેઓ નિરોગી રહી દેશની વધુ સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હોવાનું પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું.