પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેને તિરુપતિ બંગ્લોઝના મકાન નં.એ-પમાં બનાવવામાં આવેલ કોમર્શીયલ અનઅધિકૃત દબાણને યથાવત રાખવા ત્રાહિત વ્યકિત દ્વારા પાંચ લાખની માંગણી કરાઈ હોવાના આક્ષોપવાળી કલીપ સોશિયલ મીડિયામાં ફરતી થતાં વિવાદ સર્જ્યો હતો. ત્યારે કારોબારી ચેરમેન સહિત પાલિકા ઉપર આક્ષોપો થતાં તિરુપતિ બંગ્લોઝના રહીશો દ્વારા કારોબારી ચેરમેન અને પાલિકાની તરફેણમાં પ્રેસ કોન્ફરન્સ યોજી તેઓનો બચાવ પણ કર્યો હતો.

ત્યારે આ બાબતને લઈ વિરોધ પક્ષા દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી કસુરવાર સામે એસીબીમાં ફરીયાદ દાખલ કરવા માંગ કરી હતી ત્યારે પાટણ નગરપાલિકાના કોંગ્રેસના કોપોરેટર સહિત કાર્યકરો અને આગેવાનો દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે આજરોજ ભાજપના ભ્રષ્ટાચાર યુકત શાસનના વિરોધમાં પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમ શરુ થાય તે પૂર્વે બગવાડા દરવાજા ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવતાં પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યો હતો.

કોંગ્રેસના નગરપાલિકામાંથી ચૂંટાયેલા સભ્યો સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર થકી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણને ગજવી દીધુ હતું. તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોલીસના કાફલા વચ્ચે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતાં શહેરીજનોમાં કુતુહલતા પણ જોવા મળી હતી.

ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે પોલીસનો કાફલો તૈનાત હોવાથી ભાજપના ભ્રષ્ટાચાર યુકત શાસનના વિરોધમાં પૂતળા દહનનો કાર્યક્રમ કરવો યોગ્ય ન હોવાથી અન્યત્ર પુતળા દહનનો કાર્યક્રમ કરવાની ફરજ પડી હતી. ત્યારે હાર્દિક પટેલે રીક્ષામાં ભ્રષ્ટાચારનું પુતળુ લાવી સરદાર પટેલના બાવલા પાસે તેની હોળી કરી હતી ત્યારબાદ સળગતા પાલિકામાં ભાજપના ચાલી રહેલા ભ્રષ્ટાચારના સળગતા પુતળાને લઈને દોડી બગવાડા દરવાજા ખાતે લાવવામાં આવ્યું હતું ત્યાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પુતળુ લેવા માટે ઝપાઝપી થવા પામી હતી.

જેમાં કોંગ્રેસના બે જ કાર્યકર્તાઓની સામે દશ પોલીસ વાળા પુતળુ લેવામાં અસફળ જોવા મળ્યા હતા. આખરે પોલીસે પોલીસગીરી દાખવી પુતળાને ઝુંટવી લીધુ હતું અને વિરોધ પ્રદર્શિત કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે હાર્દિક પટેલને પોલીસ વાનમાં બેસાડતી વખતે પોલીસ દ્વારા તેના ગુપ્તભાગ પર ધોકા મર્યો હોવાના આક્ષેપો કરી જયાં સુધી બી ડિવીઝન પી.આઈ. તેનો જવાબ નહીં આપે ત્યાં સુધી પોલીસ સ્ટેશન નહીં છોડવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

તો પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટીયાએ પણ ભાજપના ભ્રષ્ટાચાર યુકત શાસનમાં પાટણ શહેરના વોર્ડ નં.૧ થી ૧૧માં આગામી સમયમાં વડાપ્રધાનના પુતળાનું દહન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. તો આઠ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પુતળા દહન દરમ્યાન પોલીસે અટકાયત કરી એ ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024