ઉત્તરાયણ ના પર્વમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ તેનો વપરાશ થયો હોવાના બનાવો સામે આવી રહ્યા છે અને ઉત્તરાયણ બાદ પણ ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે તેવો એક બનાવ સામે આવ્યો છે.
સિદ્ધપુરના સમોડા ગામે એક આધેડ વ્યક્તિ ચાઈનીઝ દોરી નો શિકાર બન્યા. સિદ્ધપુર થી સમોડા વચ્ચે બાઈક પર જઈ રહેલા 55 વર્ષીય જાકીર ભાઈ ચાઈનીઝ દોરી નો શિકાર બન્યા.
મળતી માહિતી મુજબ સિદ્ધપુર થી સમોડા વચ્ચે બાઈક પર જઈ રહેલા જાકીરભાઈ ને ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ગંભીર હાલત માં હોસ્પિટલ ખસેડાયા હતા.
તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચાઈનીઝ દોરી નો શિકાર બનેલ આધેડ ના ગળામાં ગંભીર ઇજા પહોંચતા તેઓને 25 ટાંકા આવ્યા હતા.
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી
- પાટણ: રો.ધનરાજભાઈ ઠકકરે પોતાના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અન્યોને પ્રેરણા પૂરી પાડી…