પાટણમાં નગરપાલિકા દ્વારા વાદી વસાહત મ્યુનિસિપલ કોમ્પ્લેક્ષ માં સુભાષચોક નજીક દુકાનોના ધાબા પર ચડવાની સીડી રાતોરાત તોડી દેવાતાં તેને લઈને વિવાદ સર્જાયો છે. અન્ય વેપારી આલમમાં સીડી નીચે આવેલ નાની દુકાનના વેપારીને લાભ કરી આપવા માટે દુકાનની જગ્યા વધારે કરી દેવાયાના આક્ષેપ સાથે વેપારીઆેમાં પાલિકા સામે ભારે રોષ ફેલાયો છે.
અને ધારાસભ્યને રજુઆત કરતાં તેમણે વેપારીઆેના હિત માટે આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો રજુઆત કરવા હૈયાધારણા આપી હતી. પાલિકા દ્વારા સીડી જર્જરિત હોઈ તોડી પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ચીફ આેફિસરને પ્લાન વિરુદ્ઘ સીડી તોડવી અને દુકાન મોટી કરી આપવા અંગે પૂછતાં તેમણે સીડી જર્જરિત થઈ હોઈ તોડવામાં આવી છે અને તેના બદલે નવીન લોખંડની ગોળ સીડી મૂકવાનું આયોજન વેપારી દવારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આમ પાટણ શહેરમાં રહેણાંક મકાનની પરમીશન ઉપર તોતીંગ શોપીંગ સેન્ટરો બિલ્ડરો દવારા બનાવી દેવામાં આવ્યા હોવા છતાં પાલિકાના સત્તાધીશો મૌન સેવી રહયા છે ત્યારે તેનો સીધો ફાયદો નાના વેપારીઓ પણ ઉઠાવી પાલિકાની જગ્યાઓમાં દબાણો કરતા સહેજ અચકાતા નથી. જો આમને આમ જ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પાલિકાની જગ્યા ઉપર નાના વેપારીઓ પણ પાકા દબાણો ન કરી દે તે માટે મોટા બિલ્ડરો સામે પાલિકા દવારા કોઈપણ સેહ શરમ રાખ્યા વિના તેઓના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
ત્યારે વાદી સોસાયટી પાસે ટાયરની દુકાનના માલિકે કોમ્પ્લેક્ષાની ઉપર આવવા જવા માટેની સીડી તોડીને પોતાની દુકાન મોટી કરી દેવાના મુદે કોપોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે પીટીએન ન્યુઝ મારફતે શહેરમાં થઈ રહેલા ગેરકાયદેસરના દબાણો અંગે અનેકવાર સમાચારો પ્રકાશિત કરવામાં આવતા હોવા છતાં પાલિકા મૌન સેવતાં આજે નાના વેપારીઓ પણ દબાણો કરતાં અચકાતા નથી ત્યારે નગરપાલિકાની માલિકીના શોપીંગ સેન્ટરમાં છજુ તૂટી જતાં તેને રીપેર કરવાના બદલે સીડી તોડીને વેપારીને દુકાન મોટી કરવાનો નિર્ણય અયોગ્ય કરવાનો હોવાનું જણાવી પાલિકાને દુકાનમાં ફેરફાર કરવો હોય તો
મ્યુનિસિપલની કલમ ૬પ-ર મુજબ રીઝનલ કમિશ્નર અને બોર્ડની પૂર્વ મંજૂરી લેવી પડે પરંતુ પાલિકાના સત્તાધીશો બારોબાર મંજૂરી આપી દુકાનમાં ફેરફાર કરવો અયોગ્ય ગણાવી આગામી સામાન્ય સભામાં આ મુદે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.