પાટણ : રોટરી કલબ ઓફ પાટણનો યોજાયો પદગ્રહણ સમારોહ

પાટણમાં સામાજીક , આર્થિક અને કુદરતી આપત્તિઓ સામે હંમેશા ખડેપગે સેવાની સુવાસ મહેકાવતી રોટરી કલબ ઓફ પાટણ દ્વારા વર્ષ ર૦ર૧-રરનાં નવનિયુકત પ્રમુખ – મંત્રી અને બોર્ડના નવા હોદેદારોનો શપથવિધી સમારોહ કાર્યક્રમ રોટેરીયન ડો.બલવંતસિંહ સીનારાની ઉપસ્થતિમાં રવીવાર નાં રોજ યોજાયો હતો .

રોટરી કલબ ઓફ પાટણનાં વર્ષ ર૦ર૧-રરનાં નવા પ્રમુખ તરીકે રાજેશભાઇ મોદી અને સેક્રેટરી તરીકે શૈલેષભાઈ સોનીની સર્વનુમતે વરણી કરવામાં આવી હતી તો સાથે સાથે બોર્ડ ઓફ ડિરેકટરના નવા વર્ષના તમામ સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી હતી.

નવનિયુકત પ્રમુખ – સેક્રેટરી અને ટીમના તમામ સભ્યોને વર્ષ દરમ્યાન સંસ્થા માટે હંમેશા સજાગ રહેવા અને વિવિધ પ્રોજેકટો કરવા તેમજ સેવાકીય ક્ષેત્રે યોગદાન આપવાના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા .
આ પ્રસંગે નવનિયુકત પ્રમુખ રાજેશ મોદીએ સંસ્થા દ્વારા ગત વર્ષે કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટોની માહિતી આપી હતી.સાથે સાથે વર્ષ ર૦ર૧-રરમાં સંસ્થા દ્વારા કરવામાં આવનાર સેવાકીય પ્રોજેકટો – વૃક્ષારોપણ – સહિતના વિવિધ સેવાભાવી કર્યો અંગેની રુપરેખાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

આ પ્રસંગે ઉપસ્થિતિ ગુજરાતનાં પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલે કાર્યક્રમને અનુરુપ સંબોધન કરતા જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં યોગદાન આપનાર વ્યક્તિએ પોતાની યથાશક્તિ ફાળો આપી સંસ્થા માટે હંમેશા વફાદાર રહેવું જોઈએ . વધુમાં તેમણે પાટણ શહેર તેમજ અન્ય જીલ્લાઓમાં ચાલતી એનજીઓ સંસ્થાની કાર્યશૈલીની સરાહના કરી હતી.

કાર્યક્રમમાં પાટણની એક વિધાર્થીનીએ કલાક્ષેત્રે મળેલા રૂપિયા ર૦ હજારના ચેકનું એસ.કે.બ્લડબેંકને દાન કયું હતું . કાર્યક્રમમાં પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ , ડો.બાબુભાઈ પ્રજાપતિ , ઝેડ.એન.સોઢા , હરેશ પટેલ , ભગવાનદાસ પટેલ , સહિત રોટેરીયન સભ્યો અને પરીવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here