પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવાર ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભની અષાઢ સુદ દસમ ને સોમવારના પવિત્ર દિવસે વર્ષોની પરંપરાનુસાર નીકળતી ભગવાન ની જ્યોત સ્વરૂપે રવાડી શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ખાતેથી ભગવાનની વાણી કિર્તન સાથે પ્રસ્થાન પામી ને પદ્મનાભ વાડી પરિસરમાં પરિભ્રમણ કરી નિજ મંદિરમાં સંપન્ના બની હતી.
શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે થી વર્ષોની પરંપરાનુસાર નીકળેલી ભગવાન ની જ્યોત સ્વરૂપે ની રવાડી માં મોટી સંખ્યામાં શ્રી હરિ ભક્તો અને પાટણ શહેરની ધર્મપ્રેમી જનતા એ જોડાઈને સમગ્ર વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી હતી.
આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને સેવાભાવી કાયકરોએ ઉપિસ્થત રહી જહેમત ઉઠાવી હતી.