Car accident: વિસનગરમાં દીકરી માટે છોકરો જોવા માટે ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હોવાની કરુણ ઘટના બની છે. આ દુર્ઘટનામાં માતા સહિત બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે છોકરો જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા.
બુડાસણનો પરિવાર દીકરી માટે છોકરો જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી એક કારનું ટાયર ફાટતા તે કાર આ પરિવારની કાર સાથે આવીને અથડાઈ હતી. જેમાં દીકરીની માતા અને કારના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો સવાર હતા.
મળતી માહિતી મુજબ, મહેસાણા(Mehsana) જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં ફતેહખાન બલોચ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ તેમની દીકરી માટે વિસનગર પાસે આવેલા એક ગામમાં છોકરો જોવા માટે ગયા હતા. ફતેહખાન બલોચ પોતાના સંબંધી સાહેલ ખાનની કારમાં છોકરો જોવા માટે ગયા હતા. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જ્યારે ફતેહખાન બલોચ દીકરી માટે છોકરો જોઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નંદાસણ નજીક ખેરપુર પાસે કડી બાજુથી એક અન્ય કાર આવી રહી હતી. તે કારનું ટાયર ફાટી જતા કાર ફંગોળાતા બલોચ પરિવારની કાર ઉપર આવી પડી હતી.
બુડાસણ ગામમાં રહેતો બલોચ પરિવાર તેમની દીકરી ફરીદાબાનુ માટે છોકરો જોવા વિસનગર પાસે આવેલ ભાલક ગામે ગયો હતો. જ્યાં છોકરો જોઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ખેરપુર પાસે કડી બાજુથી અન્ય એક ગાડી આવી રહી હતી જે ગાડીનું ટાયર ફાટી જતા તે ગાડી ફંગોળાતા બલોચ પરિવારની ગાડી પર આવી પડી હતી. જેમાં ગંભીર અકસ્માત સર્જાતા છોકરો જોવા ગયેલી દીકરીની માતાનું અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે કડીમાં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફતેહખાન બલોચે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ