પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અઘ્યક્ષસ્થાને એ.પી.એમ.સી. હોલ, પાટણ ખાતે જન ઔષધી દિવસ યોજાયો. જન ઔષધિ દિવસ નિમિત્તે સારી કામગીરી કરનાર જન ઔષધિ કેંદ્રના સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું અને સંચાલકોએ પોતાનાં અનુભવ વ્યક્ત કર્યાં હતાં. “જન ઔષધિ સસ્તી પણ – સારી પણ” થીમ સાથે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી. આરોગ્ય ખાતા દ્વારા જન ઔષધિ કેન્દ્રના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલની મુલાકાત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી તથા આવેલ લાભાર્થીઓ તથા મહેમાનોએ મુલાકાત લીધી હતી.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર યોજના વર્ષ ૨૦૦૮ મા ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી. દેશના ૭૩૪ જિલ્લામાં કુલ ૯૧૮૦ જન ઔષધિના કેન્દ્ર ખોલવામા આવ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં કુલ ૧૮ કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવતી દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતા ૫૦% થી ૯૦% ઓછી કિમતે નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. જેના દ્વારા નાગરિકોના લગભગ ૪૮૦૦ કરોડ રૂપિયાની બચત થવા પામી છે. ગુણવત્તાયુક્ત, સસ્તી અને સામાન્ય દવાઓ પૂરી પાડવા ઉપરાંત દેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીના સ્ત્રોત પૂરા પાડે છે.
આ કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાનાએ જણાવ્યું કે હું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વંદન કરું છું કે તેમણે જનતા માટે શરૂ જન ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરી. આ કેન્દ્રોની મદદથી જનતાને દવા ૫૦ થી ૯૦% દવાઓ સસ્તી મળે છે તથા જનતાની ૪૮૦૦ કરોડ રૂપિયાની બચત થઈ છે.
જન ઔષધી દિવસ કાર્યક્ર્મમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન, આરોગ્ય સમિતિ ચેરમેન મનુજી ઠાકોર, ડેપ્યુટી ક્લેક્ટર , જિલ્લા આરોગ્ય અધિકારી , ડોક્ટર્સ, જન ઔષધી કેન્દ્રના સંચાલકો , લાભાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.