પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષાક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષાક સંઘ અને વહીવટી કર્મચારી સંઘના સંયુકત ઉપક્રમે કોરોના વૈશ્વિક મહામારીને લીધે માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળાના જે કર્મચારી મિત્રોના દુખદ અવસાન થયેલ છે તેમના પરિવારને મદદરુપ થવાના હેતુથી જીલ્લા કક્ષાાએ સેલ્ફ હેલ્પ યોજનાની રચના કરવામાં આવી હતી.

જેમાં સેવક મિત્રોના સો રુપિયા અને અન્ય કર્મચચારીઓના બસ્સો રુપિયા પ્રતિ લાભાથી માટે એકત્ર કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ૧ર મૃતક લાભાથી ઓને સહાય ચુકવવાની હતી જેનો સમગ્ર જિલ્લામાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો.

દરેક મિત્રોએ પોતાના ફાળે આવતી રકમ આપી તાલુકા કક્ષાાએ ભંડોળ એકત્ર કયું હતું જેને ગઈકાલે જિલ્લાકક્ષાાએ એકત્રીકરણ કરતાં કુલ રુપિયા ત્રેવીસ લાખ ચાર હજાર જેને દરેક લાભાથી પરિવારને સરખે ભાગે આપતાં મૃતક સ્વ.ને એક લાખ બાણુ હજાર સહાય ચુકવી શકાશે. જે રકમ દરેક તાલુકા પ્રતિનિધિઓને આપી દેવામાં આવેલ છે જે ટુંક સમયમાં જ લાભાથી પરિવારને ચુકવવામાં આવશે. આ યોજનામાં જિલ્લાના કુલ ૧૧૭૦ કર્મચારીઓએ પોતાનો ફાળો આપેલ છે.

સમગ્ર યોજનાનું આયોજન, સંકલન કરવામાં આચાર્ય સંઘના પ્રમુખ- મહામંત્રી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષાક સંઘના પ્રમુખ, મહામંત્રી, વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ-મહામંત્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને કારોબારી સભ્યોનો વિશિષ્ટ સહયોગ મળ્યો હતો અને માનવતાનું ઉત્તમ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ યોજના હવેથી કાયમી ધોરણે અમલી બનેલ છે જેથી કોઈ આકસ્મિક ઘટના બને તો આ બધાજ સભ્યો આર્થિક યોગદાન આપી કોઈ પરિવારના દુખમાં સહભાગી બનવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024