તાજેતરમા રાધનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી નર્મદા નિગમની કેનાલ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ બે દિવસ ઊપરા ઉપરી બંદૂકની ગોળીઓ મારીને નીલ ગાયની હત્યા કરવામાં આવી હતી તેને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નિકળ્યો તેને લઈને આજ રોજ રાધનપુર ખાતે આવેલ નાયબ કલેકટર કચેરી ખાતે જીવદયા પ્રેમી અને હિંદુ સંગઠનો આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યાની અંદર રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
તેમની એક જ માગણી ઉઠવા પામી હતી, નીલગાયની હત્યારાઓને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે, તેમને કડકમાં કડક સજા થાય તેવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
એક જીવદયા પ્રેમીએ જણાવ્યું કે નીલ ગાયના હત્યારાઓને પકડવામાં આવે, લાયસન્સ વાળી બંદૂક હોય તો લાયસન્સ રદ કરવામાં આવે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.