પાટણ: ACBએ ટ્રેપ ગોઠવી ધચેલી ગામના તલાટી કમ મંત્રી અને વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામપંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા લાઈટ કનેક્શન માટે જરૂરી એવા આકારણી નો દાખલો આપવા માટે અરજદાર પાસેથી રકમ ની માંગણી કરી હતી પરંતુ અરજદાર આ લાંચ ની રકમ આપવા માંગતો ન હોય તલાટીને સબક મળે તે માટે તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી લાંચિયા તલાટીને રકમ સ્વિકારતા રંગે હાથે અધિકારી નાં હાથે ઝડપાવી દેતા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામપંચાયત નાં તલાટી મનિષ નારણભાઈ મકવાણા પાસે અરજદાર દ્વારા લાઇટ કનેકશન મેળવવા સારૂ મકાનના આકારણીનો દાખલો તથા આવકના દાખલાની જરૂરીયાત હોવાનું જણાવતાં તલાટી એ આકારણીનો તથા આવકના દાખલા આપવા અરજદાર પાસે રૂ.૪૩૫૦/-ની લાંચની માંગણી કરેલ જે લાંચના નાણાં અરજદાર તલાટીને આપવા માંગતા ના હોઇ તેણે એસીબી શાખાનો સંપર્ક કરતા અરજદારની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના તલાટી દ્વારા અરજદાર સાથે લાંચની માંગણીની વાતચીત કરી શહેરનાં નવા બસ સ્ટેશન નજીક ઉભેલા આક્ષેપિત વ્યક્તિ ને રકમ આપવાનું કહેતા આક્ષેપિત વ્યક્તિ અરજદાર પાસે થી લાંચની રકમ રૂા.૪૩૫૦/- સ્વીકારતા લાંચ રૂશ્વત અધીકારીએ એકબીજાના મેળાપીપણામાં રહી લાંચની રકમ સ્વીકારતા બન્ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અને આ બાબતની જાણ થતાં લાંચિયા અધિકારીઓ સહિત કમૅચારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ લાંચિયા તલાટી અને તેના મળતીયા ને ઝડપી લેવા ટ્રેપીંગ અધિકારી જે.પી. સોલંકી, પોલીસ ઇન્સપેકટર, એસીબી પોલીસ સ્ટેશન પાટણ, સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક,એસીબી બોર્ડર એકમ,ભુજ સહિતનાઓએ સફળ છટકું ગોઠવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ