પાટણ શહેરમાંથી દેશી તમંચા નંગ-૦૧ સાથે રીઢા ગુન્હેગાર ને એલ.સી.બી. ટીમેં પકડી પાડ્યો

પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા અ.પો.કો. વિનોદકુમાર પુનાભાઇ તથા અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કોન્સ.જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ તથા અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ એલ.સી.બી. પાટણ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પાટણ શહેરમાં મિલકત સબંધી ગુનાઓ લગત પેટ્રોલીંગ માં નીકળેલ હતા.

તે દરમ્યાન પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા ને મળેલ બાતમીના આધારે પંચો ને સાથે રાખી પાટણ જીમખાના ની પાછળ બકરાતપુરા જવાના રસ્તેથી માજીદખાંન ઉર્ફે અકરમ અહેમદખાંન બલોચ રહે.પાટણ જરાદીવાડો રતનપોળ તા.જી.પાટણવાળા ને ગેરકાયદેસર વગર પાસપરમીટના દેશી બનાવટના તમંચા નંગ -01 કિ.રૂપિયા -2500/- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં આર્મ્સ એકટ મુજબ પાટણ સીટી એ ડીવી. પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ છે.

આ અગાઉપન આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ – આરોપી અગાઉ મારામારી તેમજ પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરવાના ગુન્હાઓમાં પકડાયેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024