પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં સ્વ.કીર્તિકુમાર જયસુખરામ પારઘીનાં સૌજન્યથી ચાલતાં કાર્યક્રમ મને જાણો માં
રવિવારના રોજ સાંજેપ-૦૦ કલાકેજોસેફ મેક્વાન દ્વારા લખાયેલ તેમનાં જીવનનાં સારા – નરસા પ્રસંગો વિશેમાહિતી આપતું પુસ્તક વ્યથાના વીતક ની સમીક્ષા તેમનાં અનુયાયી એવાં શ્રી હરેશભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.
તેમણે જોસેફ મેકવાનની આત્મકથા ઉપર પ્રકાશ પાડતાં તેમનાં કુટુંબીઓ , સમાજનાં સારા – નરસા માણસો તથા ખાસ કરીને નારીશકિત ઉપર થતાં અત્યાચારો વિશે પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે લાયબ્રેરીનાં પ્રમુખ ડો. શૈલેષ બી.સોમપુરા દ્વારા લાયબ્રેરીનાં પ્રકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સુરેશભાઇ દેશમુખ , પારસભાઈ ખમાર, વાસુભાઇ ઠક્કર, દિનેશભાઇ સોલંકી , ભુપેન્દ્રભાઇ શાહ તથા મોટીસંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.