પાટણ : બાલાજી પાર્ક સોસાયટીમાં આરતી અને ગરબાની જોવા મળી રમઝટ

સમગ્ર પાટણ જીલ્લો અત્યારે નવલી નવરાત્રીના ગરબે રમવામાં મસ્ત બન્યો છે. કલબોના ગરબા પર કોરોનાની ગાઈડલાઈનનો પ્રતિબંધ મુકતા મહોલ્લા પોળ, અને સોસાયટીમાં શેરી ગરબાઓ જીવંત બન્યા છે

ત્યારે ખેલૈયાઓ મહોલ્લા અને સોસાયટીમાં ગરબે રમવાનો લ્હાવો લઈ રહ્યા છે ત્યારે પાટણ શહેરના હાઈવે સ્થિત લીલીવાડીની પાછળ આવેલી બાલાજી પાર્ક સોસાયટી ખાતે પણ શેરી ગરબાઓને જીવંત રાખવા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે માં અંબાની સ્થાનિક રહીશો દ્વારા આસ્થા અને ભકિત સાથે આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ડી.જે.ના તાલે સ્થાનિક સોસાયટીના રહીશો વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ સાથે મન મૂકીને ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.

તો બાલાજી પાર્ક સોસાયટીના રહીશો વિવિધ સ્ટાઈલો સાથે ગરબે ઘુમી મા અંબાની આરાધના કરતાં જોવા મળ્યા હતા.