Patan Love Darji Suicide Case : પાટણ શહેરનું ખાનસરોવર આત્મહત્યાનું એપી સેન્ટર બની ગયું છે. ખાનસરોવરમાં એક યુવકે ઝપલાવ્યું હતું, એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાયુ.
શનિવારના રોજ પાટણ શહેરના ખાન સરોવરમાં (Khan Sarovar) એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. સરોવરથી 500 મીટર દૂર વૃક્ષ નીચે કોર્પોરેટર સહિત બેઠેલા યુવકોના ટોળામાંથી એક યુવકની નજર સરોવરમાં પડી હતી. સરોવરમાં યુવક ડૂબતો દેખાતા તેને બચાવવા માટે દોડ લગાવી હતી. ત્યાં સુધીમાં યુવક પાણીની અંદર ડૂબી ગયો હતો છતાં યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવ્યો ન હતો.
જેથી કોર્પોરેટર દેવચંદ ભાઈ પટેલે બચાવવા માટે તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોટ અને તરવૈયાની ટીમ દ્વારા અંદર શોધખોળ હાથ ધરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દિવસ ભર શોધખોળ બાદ પણ લાસ મળી ન હતી. બીજા દિવસે યુવકની લાશ મળી હતી.
આ ઘટનામાં મૃતક લવના પિતા રાકેશભાઇએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, પોતાના પુત્રે બાજુના મહોલ્લામાં રહેતા વિપુલ સાધુ ઉર્ફે બકાના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે. મરતાં પહેલાં બનાવેલો વીડિયો પણ મૃતકના પિતાએ પોલીસને આપ્યો છે. જેમાં મૃતક કહી રહ્યો છે કે, ‘હું અહીં સરોવર આવ્યો છું અને બહું જ કંટાળી ગયો છું, એક યુવતીનું નામ લઇને યુવક કહે છે કે તેનો ભાઇ બકો મને બહું ત્રાસ આપે છે, બીજું મને કંઇ મનદુખ નથી..’
આ ઉપરાંત રાકેશભાઇએ ફરિયાદમાં લખાવ્યું છે કે, બકો મારી દીકરીને પણ ધમકી આપતો હતો અને કહેતો હતો કે, તારા ભાઇને સમજાવી દેજે પાટણ છોડી નહીં તો જાનથી મારી નાખીશ.. આમ મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.