Sami Raksha Bandhan 2023 : સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કુલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ શાળાની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભાઈ-ચારાની ભાવના વધે અને ભાઈ-બહેનની કારકિર્દીમાં એક બીજાને મદદરૂપ થાય તેમજ આપણી સંસ્કૃતિ જાણવળી કરવાનો રહેલ હતો.
શાળાની વિદ્યાર્થીની કાજલબેન દેસાઈએ રક્ષાબંધન પર્વનું ગીત ખમ્મા વિરાને અને શાળા શિક્ષક શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા એ વ્હાલનો દરિયો દીકરી તેમજ કોણ હલાવે લીમડી ગીત રજૂ કર્યું હતું.
ત્યારબાદ શાળાની દીકરીઓએ શાળાના વિધાર્થીઓને કુમ-કુમ તિલક કરીને અને રાખડી બાંધીને દક્ષિણામાં જીવનમાં વ્યસન ના કરવાની બક્ષીસ માંગી હતી જે સમાજ માટે એક ઉદાહરણરૂપ પહેલ શાળાની દીકરીઓએ કરી હતી.
શાળાના ઇ.આ.શ્રી સંજયભાઈ ઠાકોરે રક્ષાબંધન પર્વ વિશેનો મહિમા સમજાવ્યો હતો. આ પ્રસંગે અશ્વિનભાઈ કડિયા,વિપુલભાઇ પટેલ,મહેબૂબભાઈ સિપાઈ,બાલસંગજી ઠાકોર,સાહિલકુમાર વિરતિયા,ભાર્ગવભાઈ રાણા, જાસ્મીનબેન શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.