પાટણ :૨૧ જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનના શેડ તૈયાર કરવામાં આવશે

પોસ્ટ કેવી લાગી?

Patan

 • ATVT હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં ગ્રામ્યસ્તરે પાયાની સુવિધાઓના વિકાસ માટે તાલુકાદિઠ રૂ.૨૫ લાખના કામોને મંજૂરી આપતાં પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે
 • પાટણ (Patan) અને સરસ્વતી તાલુકાની ૨૧ જેટલી પ્રાથમિક અને કુમાર શાળાઓમાં મધ્યાહન ભોજન માટેના શેડને મંજૂરી આપવામાં આવી છે.
 • મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા આપણો Patan તાલુકો વાઈબ્રન્ટ તાલુકો યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ રૂ.૩૭.૫૦ લાખના ખર્ચે શાળાઓમાં શેડ સહિત કુલ રૂ.૫૦ લાખના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે.
 • પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતા ભોજન સમયે ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ગરમી અને વરસાદથી રક્ષણ મળે તે માટે શાળાના પ્રાંગણમાં શેડ તૈયાર કરવામાં આવશે.
 • આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો અંતર્ગત પ્રાંત અધિકારીશ્રીની તાલુકાદીઠ રૂ.૨૫ લાખની વિવેકાધિન સામાન્ય ગ્રાન્ટમાંથી રૂ.૧૯.૨૫ લાખના ખર્ચે પાટણ (Patan) તાલુકાના નોરતાવાંટા, ખારીવાવડી, ભેમોસણ, ગોલાપુર, દુધારામપુરા, ડેરાસણ, ખાનપુરડા, ચડાસણા, માનપુર, આંબલિયાસણ ગામોની પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજનના શેડ તથા મણુંદની કુમાર શાળામાં શેડ નીચેનો ઓટલો તૈયાર કરવામાં આવશે.
 • ઉપરાંત સબોસણ ખાતે શાળામાં પેવરબ્લોકના કામ માટે રૂ.૮૦ હજાર, સુજનીપુર પ્રાથમિક શાળાથી ગામ તરફ જતો રસ્તો બનાવવા રૂ.૧.૫૦ લાખ તથા ખીમીયાણા પ્રાથમિક શાળાની પાણીની પાઈપલાઈનના કામ માટે રૂ.૪૫ હજારની મંજૂરી આપવામાં આવી છે.
 • જ્યારે સરસ્વતી તાલુકાના નાના વેલોડા, મોટા નાયતાના ભીલડિયાપુરા, ચારૂપ, અઘાર કન્યા શાળા, સાંપ્રાની નદાણાપુરા, સરીયદ, ધચેલી, ટાંકવાસણા, વાગડોદના છોગાળાપુરા, વામૈયાના લક્ષ્મીપુરા ગામોની પ્રાથમિક શાળાઓમાં રૂ.૧૮.૫૦ લાખના ખર્ચે મધ્યાન ભોજનના શેડ તૈયાર કરવા મંજૂરી આપવામાં આવી છે.
 • વધુમાં, આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો અંતર્ગત પ્રાંત અધિકારીશ્રીની તાલુકાદીઠ વિવેકાધિન ખાસ અંગભુત ગ્રાન્ટમાંથી પાટણ તાલુકાના ધારપુર ખાતે આવેલ ઈન્દિરાનગરની ગટરલાઈનના કામને પૂર્ણ કરવા રૂ.૦૧ લાખ તથા રાજપુર ખાતે અનુસુચિત જાતિના સ્મશાનનો વરંડો તૈયાર કરવા રૂ.૦૨ લાખની મંજૂરી આપવામાં આવી છે.
 • જ્યારે સરસ્વતી તાલુકાના સરીયદ(મોરબીપુરા) પ્રાથમિક શાળાના વરંડા માટે રૂ.૦૨ લાખની મંજૂરી આપવામાં આવી છે.
 • સાથે સાથે ધારૂસણ ખાતે બ્રાહ્મણવાસમાં સી.સી. રોડ, હરિપુરા(વાયડ)ની પ્રાથમિક શાળામાં પાણીની ટાંકી તૈયાર કરવા તથા સાંપ્રા ગામના ચોરામાં પેવર બ્લોક નાંખવા માટે કામદિઠ રૂ.૧.૫૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
 • વિવિધ શાળાના આચાર્યશ્રીઓ સાથે પરામર્શ કરી શાળાના અધૂરા કામો માટે તાલુકાદિઠ રૂ.૨૫ લાખની ગ્રાન્ટમાંથી મહત્તમ અનુદાન મંજૂર કરી શાળાના કામોને પ્રાથમિકતા આપવા ઉપરાંત ગ્રામ્યસ્તરે પાયાની સુવિધાઓના વિકાસ માટે મંજૂરીઓ આપવામાં આવી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures