પાટણ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત નવા માં કાર્ડ કાઢવા બાબતે અરજદાર નાગરિકોને પડી રહેલી તકલીફ ધ્યાને લઇને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા દ્વારા જિૡા પંચાયત આરોગ્ય વિભાગ સાથે સતત સંકલનમાં રહીને બંધ પડેલા માં કાર્ડ કાઢવાના સેન્ટરો ફરી ચાલુ કરાવવામાં આવતા લોકોમાં રાહતની લાગણી ઊભી થવા પામી છે.
પાટણ જિલ્લામાં ૯ તાલુકાઆેમાં મામલતદાર કચેરીઆે ખાતે કાર્યરત એટીવિટી સેન્ટરોમાં અત્યાર સુધી ખાનગી એજન્સી દ્વારા માં કાર્ડ કાઢવાની અને તેને રીન્યુ કરવાની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા આ કામગીરી પોતાના હસ્તક લઈને સરકારી હોિસ્પટલો દ્વારા માં કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતા શરૂઆતના તબક્કામાં દર્દીઓ અને અરજદારોને હાલાકી ભોગવવી પડતી હોવાની લોકબૂમ ઉઠવા પામી હતી.
આ અંગે પાટણજિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાને જાણ થતાં તેમણે આરોગ્ય તંત્રના સતત સંપર્કમાં રહીને સંકલન ગોઠવીને ટેકનીકલ એરર દૂર કરાવી પાટણ જિલ્લામાં નવ જગ્યાએ માં કાર્ડ કાઢી આપવાના સેન્ટર ચાલુ કરાવી દેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પાટણ જિલ્લામાં લણવા, હારીજ, સંડેર, રાધનપુર, જંગરાલ, કુવારા અને બીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ધારપુર મેડિકલ કોલેજ હોિસ્પટલ અને જનરલ હોિસ્પટલ પાટણ એમ જિલ્લામાં ૯ જગ્યાએ માં કાર્ડ નવા કાઢી આપવાની અને રીન્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું.
