આદ્યશકિતની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની ઠેરઠેર મહોલ્લા- પોળો અને સોસાયટીઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે
ત્યારે જીવરાજપાર્ક સોસાયટીના રહીશો દવારા નવરાત્રી પર્વને અનુલક્ષાીને ગતરોજ નવ જેટલી સ્થાનિક બહેનોએ નવદુર્ગાનું સ્વરુપ ધારણ કરી મા અંબેના ગરબે ઘુમતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો નવદુર્ગા નવરાત્રીનું મહત્વ પણ નાટક સ્વરુપે સ્થાનિક લોકોને સમજાવી ભારતીય સંસ્કૃતિને આજના યુવા વર્ગમાં અકબંધ રહે
તે હેતુથી સમજાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહિશાસુર રાક્ષાસનું નવદુર્ગા સ્વરુપ થકી વધ કરવામાં આવ્યું હતું. આમ જીવરાજપાર્ક સોસાયટીના સ્થાનિક નવરાત્રી પર્વની અનેરી ઉજવણી કરી ગરબા મહોત્સવની સાથે ભારતીય સંસ્કૃતિને આજના યુવા વર્ગમાં અકબંધ રહે તે હેતુથી નાટક સ્વરુપે સમજાવી નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.