પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

1.9/5 - (13 votes)

Patan : પાટણ શહેરમાં પરિણીતા સાથે તેના સગા માસાએ આઠ મહિનામાં અવારનવાર દુષ્કર્મ (Raped) આચર્યું હતું. આ અંગે મહિલાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં રહેતી પરિણીત મહિલા સાથે તેના સગા માસાએ 1 સપ્ટેમ્બર 2022થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન અવાર-નવાર ટેલિફોનિક ફોન કરી લલચાવી ફોસલાવી કાર મારફતે માઉન્ટ આબુ (Maunt Abu) ખાતે લઈ જઈ હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાનો ભોગ બનનાર મહિલા સમાજના ડરના કારણે સહન કરતી હતી પણ છેવટે મન મક્કમ કરીને આ ઘટનાની પરિવારજનોને વાત કરતા પરિવારની મદદથી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે જઈ સમગ્ર ઘટનાની વાત કરતા પોલીસે મૂળ ભાટસર તા.ચાણસ્મા હાલ રહે.અમદાવાદ ખાતે રહેતા શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.

આ સમગ્ર ઘટનાના તપાસ અધિકારી PSI જે.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાનું મેડિકલ ચેકઅપ કરીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures