પાટણ નગરપાલિકાના ઓજી વિસ્તારમાં સમાવિષ્ટ માતરવાડી થી હરીહર મહાદેવને જોડતા માર્ગનું નવીનીકરણ કરવા માટે તાજેતરમાં જ પાટણના ધારાસભ્ય દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે માર્ગનું મોનીટરીંગ પણ શરુ થઇ ગયું છે ત્યારે ગતરોજ નગરપાલિકા શાસિત ભાજપની બોડીના સભ્યોને સાથે રાખી પુર્વ પ્રદેશ ભાજપ મહામંત્રીની ઉપસ્થિતિ માં આ માર્ગ બનાવવાનું પ્રતિકાત્મક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

સરકારના રોડ સેફટી બિલ્ડીંગ પંચાયત વિભાગ દ્વાર હયાત રોડના રીસરફેસીંગ કરવાના કામ માટે પ્રતિવર્ષે મળતી રુ .ર૦ લાખની ગ્રાંટ ધારાસભ્યને ફાળવવામાં આવે છે. જે પૌકી. ગત તારીખ-૧૭ જુનનાં રોજ પાટણના ધારાસભ્ય કિરીટભાઇ પટેલના હસ્તે રૂપિયા ૪૪ લાખના ખર્ચે તૈયાર થનાર રોડ રીફસરીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૧પ દિવસથી આ રોડની મોનીટરીંગ કામગીરી પણ પુર્ણ થઇ ગઇ છે અને તેની પર કપચી સહિતનો માલસામાન પણ પાથરી દેવામાં આવ્યો છે ત્યારે ગતરોજ નગરપાલિકાની ભાજપ શાસિત ચૂંટાયેલી બોડીના નગરસેવકોની સાથે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં ફરીવાર આ માર્ગનું પ્રતિકાત્મક ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું

તો આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, સરકારની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ રુપિયા ર૦ લાખના ખર્ચે આ માર્ગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. પરંતુ ધારાસભ્યએ કરેલા ખાતમુહૂર્ત બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે , ભૂતકાળમાં પણ કોંગ્રેસ દ્વારા ચોરમારપુરા ખાતે આવું જ કાર્ય કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે , ધારાસભ્ય કિરીટ પટેલે સરકારના રોડ સેફટી બિલ્ડીંગ પંચાયત વિભાગ દ્વારા હયાત રોડના રીસરફેસીંગ કરવા માટેની ગ્રાંટમાંથી આ માર્ગનું ખાતમુહૂર્ત કયું હતું પરંતુ સત્તાધારી પક્ષના આગેવાનોના જણાવ્યા મુજબ સરકારની ર૦ લાખ રુપિયાની ગ્રાંટમાંથી આ રોડ બનશે તો શાસક અને વિપક્ષની હુંસાતુંસીમાં આ રોડરસ્તાના વિકાસનું કામ કોના કહેવાથી થાય છે તે શોધવું મુશ્કેલ છે.

જો કે હાલમાં માતરવાડીથી હરીહર મહાદેવને જોડતો આશરે એક કિલોમીટરનો લાંબો માર્ગ દર્શણાર્થે આવતા શ્રધ્ધાળુઓ અને અંતિમ ક્રિયા માટે આવતા લોકો માટે તો આશીર્વાદરૂપ જ બની રહેશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024