ધાનેરા માં હાઇવે રોડ ની કામગીરી ને લઈ સામરવાડા ત્રણ રસ્તા પર આવેલ પાંચ છ દબાણ હટાવવા આજે કામગીરી શરૂ કરી હતી. પરંતુ એક દબાણકાર પરિવાર સાથે વચ્ચે આવતા પોલીસ બોલાવવની ફરજ પડી હતી.

દબાણ અધિકારીઓ અને ધાનેરા પોલીસે વારંવાર વિનંતી કરવા છતાં દબાણ ન હટાવવાની વાત પર મક્કમ રહેતા દબાણકાર અને તેમના પરિવાર વિરુદ્ઘ કાર્યવાહી કરી દબાણ હટાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દબાણકારો એ સ્વચ્છશિક દબાણ હટાવી દીધા હતા જો કે એક દબાણકારના પરિવારનો રોકકળાટ વચ્ચે અટક કરતા ફિલ્મી દ્રષ્યો સામે આવ્યા હતા દબાણ હટાવતા પરિવાર ની મહિલાઓ અને બાળકો ચોધાર આંસુ સારતા દ્રષ્યો પણ સામે આવ્યા હતા.

પરંતુ પોલીસની એલર્ટતા ના કારણે સમગ્ર દબાણ હટાવવની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી પાંચ જેટલા દબાણ હટાવી ને તંત્ર એ હાશકારો અનુભવ્યો છે ત્યારે હાઇવે પર તમામ જગ્યા એ દબાણ હોવા છતાં સામરવાડા ત્રણ રસ્તા પર જ દબાણ હટાવવાની કામગીરી પર સવાલ ઉભા થયા છે હાથ જોડી ને વિનંતી કરતો પરિવાર સામે તંત્ર એ લાલ આંખ કરી દબાણ હટાવી લીધું પણ અન્ય દબાણ પર તંત્ર બુલડોઝર ક્યારે ફેરવસે એ પણ એક સવાલ બની રહ્યો છે રોડ ની કામગીરી બાબતે અનેક દબાણો અડચણ રૂપ છે છતાં હાઇવે ખાતા ને દબાણ હટાવવમાં કોઈ રસ હોય એવું લાગતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024