Patan : સરસ્વતી તાલુકા પોલીસે છોટા હાથી વાહનમાં સગેવગે કરાતો શંકાસ્પદ સસ્તા અનાજનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકા પીઆઈ પી.ડી. સોલંકી તથા પો.કો વનરાજસિંહ રાણાજી પો.કો કરણસિંહ ભોપાજી સહિત સરસ્વતી પોલીસના માણસો સાથે સરસ્વતી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાલડી ગામના બસ સ્ટેશન આગળ આવતા એક મહેન્દ્રા કંપનીનું છોટા હાથી શંકાસ્પદ હાલતમાં જતું હોઇ જે ને પોલીસના માણસોએ ઇશારો કરી રોકાવેલ.
તેમજ સદર છોટા હાથીને ચેક કરવા સારુ નજીક માંથી બે પંચોના માણસો બોલાવી પંચોને ઉપરોક્ત બાબતે સમજ કરી સદર છોટા હાથીનો આર.ટી.ઓ. રજી નંબર જોતા જી.જે. 24 એકસ 2906નો હોઇ છોટા હાથીના ડાઇવરને નીચે ઉતારી જેનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનું નામ મહેન્દ્રસિહ તારસિંહ રાજપુત ઉ.વ 32, હાલ રહે પાટણ વેરાઇ ચકલા, રામજી મંદિર પાસે તા.જી.પાટણ, મુળ રહે એદલા તા.જી.પાલી (રાજસ્થાન વાળો) હોવાનુ જણાવતો હોઇ પોલીસે પંચોના માણસો સાથે સદર છોટા હાથી ચેક કરતા અંદર થી 25 કટ્ટા ચોખાના જે મોઢિયા બાઘેલ તેમજ 3 કટ્ટા તુવેર દાળના સીલબંધ ભરેલ મળી આવેલ જેના ઉપર ગુજરાત સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નિર્દિષ્ટ કાર્ડ ધારકોને તુવેર દાળ તેમજ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ લખેલ મળી આવેલ.
તપાસ કરતા ચોખાના કટ્ટામાં આશરે 50 કીલો ચોખા ભરેલ હોઇ જે 25 કટ્ટા લેખે આશરે 1250 કિલો ચોખા તેમજ એક દાળના કટ્ટામાં આશરે 30 કિલો દાળ હોઇ જે 3 કટ્ટાના લેખે 90 કિલો દાળ ભરેલ હોઇ અને સદર મુદ્દામાલ બાબતે બીલ માંગતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા તેમજ જે અંગે કોઇ પુરાવા રજુ કરી શકેલ નહીં અને ચોખા-દાળના કટ્ટા ક્યાંથી લાવેલ તે બાબતે પુછતા વિષ્ણુભાઇ વરવાભાઇ દેસાઇ રહે.અજીમાણા તા.સરસ્વતી જી પાટણવાળાએ તેમની કંટોલની દુકાનથી વેચાણ પેટે લીધેલ હોવાની હકીકત જણાવેલ.
આ તમામ ચોખા-દાળની કિંમત (આશરે એક ચોખાના કટ્ટાની કિંમત આશરે 900/- લેખે 25 કટ્ટાની કિ.22500/- તેમજ તુવેર દાળના એક કટ્ટાની કિ.રૂ 1800/- લેખે 3 કટ્ટાની વિ. 5400/-) જે ચોખા-તુવેરદાળની કિં. રૂ, 27900/- તેમજ સદર છોટા હાથીની આશરે કિં.70,000/- કુલ મળી કિ. 97900/- ની ગણી સી.આર.પી.સી કલમ 102 મુજબ પોલીસે તપાસ અર્થે કબજે કરેલ છે.
આ અંગેનુ વિગતવારનું પંચનામુ કરી ઉપરોક્ત ઇસમને સી આર પી.સી કલમ 41(1) ડી મુજબ અટક કરી તેની જાણ તેના મિત્ર મોદી આશિષકુમાર બંસીલાલ મોદી રહે પાટણ, સોનલ સોસાયટી તા.જી. પાટણ વાળાને અટક કર્યો અંગેની જાણ કરવામાં આવેલ હોવાનું સરસ્વતી પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.