પાટણ શહેરમાં કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા ૧૮ વર્ષથી ઉપર નાં તમામ લોકોને કોરોના થી સુરક્ષિત રાખતી વેિક્સન લેવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે શુક્રવારના રોજ પાટણ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નગરપાલિકા હોલ ખાતે પાટણ શહેરના વિવિધ વેપારી એસોસીએશનના પ્રમુખો વેપારીઆે અને પાટણના પ્રબુદ્ઘ નગરજનો સાથે બેઠક યોજવામાં આવી હતી.
નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીની ઉપિસ્થતિમાં મળેલી આ બેઠકમાં તેઆેએ તમામ વેપારી એસોસિયેશને તેમજ પાટણના પ્રબુધ્ધ નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં હાલ કોરોના વેક્સન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પણ વ્યિક્ત કે જે ૧૮ વર્ષથી ઉપરની હોય અને વેકિસન લેવાની બાકી હોય તેવા તમામ વ્યિક્તઆે એ તંત્ર દ્વારા નક્કી કરાયેલા વેક્સન સેન્ટર ઉપર કોરોના થી સુરક્ષિત રાખતી વેિક્સન લેવા અનુરોધ કર્યો હતો.સાથે સાથે તેઆેએ જણાવ્યું હતું કે તારીખ ૩૧ મી જુલાઈ પછી જો કોઈ વેપારી કે અન્ય વ્યિક્ત વેકસીન લીધા વિના નો માલૂમ પડશે તો તેની સામે સરકારના ધારાધોરણ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
નગરપાલિકા ખાતે વેકિસનની જાગૃતતા માટે મળેલી આ બેઠકમા ડી ડી આે, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ, ચીફ આેફિસર સહિત કોપોરેટરો અને પાટણના વેપારી એસોસિએશનના પ્રમુખો અને પ્રબુદ્ઘ નગરજનો ઉપિસ્થત રહ્યા હતા. આ બેઠકને લઈ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર દવારા આગોતરા આયોજનને લઈ બાકી રહી ગયેલા તમામ શહેરીજનો વહેલી તકે કોરોનાની વેકિસન લઈ શહેરને અને પોતાના પરિવારને સુરક્ષિાત રાખે તે માટેની બેઠક યોજવામાં આવી હોવાનું જણાવ્યું હતું.