પાટણ નગરના ઐતિહાસિક વારસા અને તેની વિરાસતને જીવંત રાખવા માટે પાટણના અગ્રણી નાગરીકો દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે . ત્યારે આજે ઐતિહાસિક પાટણના નગરદેવી કાલીકા માતાના મંદિર પરીસર ખાતે સાંસ્કૃતિક વિરાસત મંડળ – પાટણ દ્વારા નગરની ઐતિહાસિક ધરોહરની જાળવણી સાવચણી અને તેના વિકાસ માટે વિશેષ ચિંતન શીબીર યોજવામાં આવી હતી .

આ પ્રસંગે ઉપસ્થિતિ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આજે વિશ્વફકલ પર પાટણની ઐતિહાસિક રાણીની વાવ એક આગવી ઓળખ ધરાવે છે . આ સિવાય આ ઐતિહાસિક નગરીમાં રાજા સિધ્ધરાજ જયસિંહના વખતમાં નિર્માણ થયેલા ઐતિહાસિક કિૡાઓ – દરવાજાઓ અને અન્ય કલા વારસાની બેનમૂન કારીગીરીની જાળવણી અને તેનો વિકાસ થાય તે માટે પાટણમાં સાંસ્કૃતિક વિરાસત મંડળ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

ત્યારે આજે અનેક ઐતિહાસિક સ્મારકોનો ઇતિહાસ ભુંસાઈ રહયો છે ત્યારે આવનાર પેઢી આ ઇતિહાસને ઉજાગર કરે તે માટે પાટણની વિરાસતની જાળવણી થાય તે હેતુથી સાંસ્કૃતિક વિરાસત મંડળ – પાટણ દ્વારા વડોદરા પુરાતત્વ વિભાગના અધિકારી સુબ્રહ્મણ્યમના અધ્યક્ષસ્થાને ચિંતન શીબીર યોજવામાં આવી હતી .

આ પ્રસંગે પુરાતત્વ વિભાગના અધિકારી સુબ્રહ્મણ્યમે જણાવ્યું હતું કે , સમગ્ર ભારત વર્ષમાં પાટણની ઐતિહાસિક વિરાસતો લોકો માટે અકલ્પનીય છે. ત્યારે તેને બચાવવા અને તેની જાળવણી માટે આપણે સૌ કોઇએ જાગૃત થવું પડશે તો સાથે સાથે આ ઐતિહાસિક કલાવારસાને બચાવવા યુવાનોએ પણ યોગદાન આપવું પડશે તેવો અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક વિરાસત મંડળના સંધ્યાબેન પ્રધાન , જયેશભાઈ દવે , અશોકભાઇ વ્યાસ, ચીફઓફીસર પાંચાભાઇ માળી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમંત તન્નાા,મદારસિંહરાજપૂત, આશુતોષ પાઠક સહિત ઐતિહાસિક વિરાસતના ચિંતન સભ્યો ઉપસ્થિતિ રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024