પાટણમાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની કોમલ આચાર્ય નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોના ખેલાડીઓને પછાડી ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશમાં પાટણ શહેર સહિત ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીની ઓલિમપિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કરવા અભ્યાસ સાથે છેલ્લા ૩ વર્ષથી કરાટેમાં મહેનત કરી રહી છે.

સરસ્વતી તાલુકાના મેસર ગામની વતની અને હાલમાં પાટણમાં રહી ઓક્સફર્ડ સ્કૂલમાં ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વિદ્યાર્થીની કોમલ આચાર્ય તાજેતરમાં દિલ્હી ખાતે રેડિશન બ્લુ હોટલમાં યોજાયેલી કરાટે નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં દેશના ૧રથી વધુ રાજ્યોના અંદાજે ૧૩પ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં કોમલ આચાર્ય દ્વારા પ્રતિસ્પર્ધી ખેલાડીઓને હરાવી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી પાટણ અને રાજ્યનું નામ રોશન કયું હતું. કોમલ આચાર્યને ચેમ્પિયનશિપ માટે મહેસાણાની રીવ્યુ સ્કૂલ ઓફ ઇન્ડીયાના કોચ શક્તિ રાજેશભાઈ જયસ્વાલ દ્વારા તૈયાર કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

દેશ માટે ઓલિમપિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન કોમલ આચાયેનું હોવાનું જણાવી હાલમાં કોરોનાને લઇ પ્રેકિટકલ ગ્રાઉન્ડમાં તૈયારીઓ બંધ હતી પરંતુ છતાં કોચના માર્ગદર્શન અનુસાર ઓનલાઇન તૈયારી કરી હતી. રોજ અભ્યાસ બાદનો સમય કરાટેની પ્રેકિ્ટસમાં આપી અત્યાર સુધીમાં ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ ત્યારબાદ ઇન્ટરનેશનમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. હવે નેશનલમાં ગોલ્ડ મેડલ મળ્યો છે.મારું લક્ષ અને સ્વપ્ન એક જ છે કે ઓલિમપિકમાં કરાટેમાં દેશ માટે ગોલ્ડ મેડલ મેળવું,જે માટે હું તનતોડ મહેનત કરી રહી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024