પાટણ : ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

- Advertisement -

This browser does not support the video element.

પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલમાં વીજ કાપની સમસ્યાઓના કારણે પૂરતી વીજળી મળતી નથી. બીજી તરફ હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરીયાત ઉભી થઇ હોય ખેડૂતોને પૂરતી વીજળી પાણી અને ચોમાસામાં નિષ્ફળ ગયેલા પાકોનું વળતર આપવા પાટણના ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે વિજળી આપવામાં આવે છે તે વિજળીમાં લોડ સેવિંગના બહાને છેલ્લા પંદર દિવસથી ત્રણથી ચાર કલાક વિજળી આપવામાં આવતી નથી. વળી જયોતિગ્રામ યોજના હેઠળ પણ આપવામાં આવતી વિજળીમાં કાપ કરવામાં આવે છે.

ઉત્તર ગુજરાતમાં પુરતો વરસાદ થયો નથી, કેનાલોમાં પાણી નથી ત્યારે આવા વીજ કાપથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. લોડ સેવિંગના બહાને માત્ર ખેડૂતોને શા માટે પરેશાન કરવામાં આવે છે? ઉદ્યોગોને શા માટે નહી? ઉપરોકત બન્નો બાબતો ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

વધુમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયેલ છે જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપવામાં આવ્યું એ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ સાચો સર્વે કરાવી પુરતું વળતર આપવામાં આવે એવી વ્યવસ્થા કરવા પણ રજુઆત છે. જો ઉપરોકત બન્નો બાબતે ખેડૂતોના હીત માટે વિચારવામાં નહી આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી પરિસ્થિતિ પેદા થશે અને ખેડૂતો બેહાલ બનશે.