mucormycosis surgery at Dharpur Hospital

પાટણ જિલ્લાના એક ગામની મહિલા દર્દીની સફળ સર્જરી કરવામાં આવી હતી. મ્યુકોર માયકોસિસ નામનો ગંભીર રોગ હજી ગયો નથી. ગત સોમવારે પાટણ નજીકના ગામના આધેડ ઉંમરના એક ગરીબ સ્ત્રી દર્દીને ચહેરા પર સોજા અને અસહ્ય દુ:ખાવો હોવાથી પાટણના નામાંકિત તબીબે વધુ સારવાર અર્થે ધારપૂર હોસ્પિટલ ખાતે રીફર કર્યાં હતા. જ્યાં ઈ.એન.ટી.વિભાગે દર્દીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક દાખલ કરી સઘન સારવાર ચાલુ કરી હતી.

આ રોગ મટાડવા માટે ખાસ જરૂરી એવા એમ્ફોટરસીનના ઈન્જેક્શન પણ શરુ કર્યાં હતા. ડાયાબિટીસની તકલીફ કાબૂમાં કરી ઓપરેશનની પૂર્વ તૈયારી કરવા મેડીસીન વિભાગ, લેબોરેટરી, સીટી સ્કેન તથા એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર્સને રીફર કરી, બિલકુલ સમય ન વેડફતાં બીજા જ દિવસે ડીન તથા ઈ.એન. ટી.વિભાગના વડા ડો.હાર્દિકભાઈ શાહ તથા તેમની ટીમે એન્ડોસ્કોપની મદદથી ઓપરેશન કરી ફંગસ તથા અન્ય રોગયુક્ત ભાગો દૂર કર્યાં અને લેબોરેટરીમાં નિદાન માટે મોકલ્યાં હતા. જેના રિપોર્ટમાં મ્યુકોર માયકોસિસ જ હોવાની ખાતરી થઈ હતી.

આ રોગ એટલો ઘાતક છે કે, એક્સપર્ટ ટીમ દ્વારા આટલી તાત્કાલિક અને સઘન સારવાર પછી પણ રોગ આગળ વધીને પેઢા અને તાળવા સુધી ફેલાયો હતો. તેના ઉપાય માટે મેક્સિલોફેસિઅલ સર્જન ડો .જિગરભાઈની સાથે મળીને રોગથી સંક્રમિત તાળવાને દૂર કર્યું હતું. મહિલાની સારવાર કરાઈ હતી હાલમાં મહિલાની તબિયત સારી છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં અમદાવાદ જેવાં શહેરોની મોટી હોસ્પિટલ જેવી સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી હતી. જેમાં ઈ.એન.ટી.વિભાગ તમામ સંલગ્ન વિભાગોનો, નર્સિંગ સ્ટાફનો તથા સરકારનો સહકાર બદલ સારવાર થયેલ મહિલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024