Earthquake in Banaskantha

Earthquake in Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં જાણે કુદરત કોપાયમાન થઇ હોય એવું લાગે છે. કારણે કે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, ભૂકંપના કારણે જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ સમાચાર નથી.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6:29 મિનિટની ત્રણથી ચાર સેકન્ડ સુધી ધરતી ધ્રુજતા લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપનો આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડીસા પાસે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે વહેલી સવારે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો હોવાનું અનુમાન છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ અંગે ડીસામાં રહેતા અલ્પેશ ઠક્કર અને પિન્ટુ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે સવારે 6:29 કલાકે અમે ઘરમાં હતા. તે સમયે અચાનક ધરતી ધ્રુજતા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી અમે તરત જ ઘરની બહાર દોડી આવતા અન્ય લોકો પણ ઘર બહાર દોડી આવ્યા હતા અને ભૂકંપ આવતા જ સમગ્ર વિસ્તારના લોકોમાં ફાફડાટ જોવા મળ્યો હતો.

હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024