પાટણ એપીએમસી ખાતે માં સરસ્વતિ સેવા સમિતિ દ્વારા રાષ્ટિ્રય પાટણ શહેર અને જિલ્લામાં સામાજિક કાર્યોને વેગ આપવા તથા સ્વયંસેવક સંઘનાં પૂર્વ પ્રચારક અને માર્ગદર્શક દિલીપભાઈ દેશમુખનાં સરકારની યોજનાઆેને જન – જન સુધી પહોંચાડવા માટે ગુજરાત પ્રદેશ પુસ્તકનાં વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ બેઠકમાં દિલીપભાઇ દેશમુખ, કે.સી. પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઇ ઠાકોર, ભાવેશભાઈ પટેલ, દર્શકત્રિવેદી, સંસ્થાનાં સંયોજક સ્નેહલ પટેલ, બનાસકાંઠા ભાજપના મહામંત્રી કનુભાઇ વિગેરે ઉપિસ્થત રહ્યા હતા.આ ખાસ બેઠકમાં દિલીપ દેશમુખનું સ્વાગત કરાયા બાદ સ્નેહલ પટેલે સ્વાગત પ્રવચનમાં સંસ્થાની કામગીરીની જાણકારી આપી હતી.બાદમાં સંસ્થાનાં પ્રમુખ કે.સી.પટેલે પણ સંસ્થાની પ્રવૃિત્તઆેની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં ઉપિસ્થત રહેલા મુખ્ય મહેમાન દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું.કે પાટણની માં સરસ્વતી સેવા સમિતિ સંસ્થા દ્વારા વ્યસનમુકિતનું અભિયાન હાથ ધરાયું છે ત્યારે પાટણ વિસ્તારમાં મોંઢાનાં કેન્સરનું પ્રમાણ વધારે છે . તે દિશામાં મહત્ત્વની કામગીરી થવી જરૂરી છે. આ વ્યસનોથી જ રોગો પેદા થાય છે તથા બેડોળ જીવન શૈલીને કારણે પણ રોગો થઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે, પર્યાવરણ એ મહત્ત્વનો મુદ્દો છે. આપણે પર્યાવરણને ફકત ચોમાસામાં થતાં વૃક્ષારોપણ સાથે જોડી દીધું છે . તેમણે પાટણનાં પર્યાવરણની ર૦-રપ વર્ષ પૂર્વેનાં અને આજની સ્થિતિ ની ભેદરેખા સમજાવતાં કહ્યું કે , પાટણમાં ર૦ રપ વર્ષ પૂર્વે કેટલો ઘોંઘાટ હતો અને આજે કેટલો છે તેની તુલના કરશો તો જણાશે કે , પાટણનું અવાજનું પ્રદુષણ પરાકાષ્ઠાએ છે. આપણે જે અગાઉ સ્વાભાવિક હતું તેને દુષિત કરી દીધું છે. સિંગલયુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ વધારીને આપણી આસપાસનાં પર્યાવરણને દુષિત કયુઁ છે આ ઉપરાંત તેઆેએ બેટી બચાવો બેટી પઢાવો તેમજ સરકારી યોજનાની માહિતી સહિતના વિષયો પર પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024