યુનિવર્સીટીના કુલપતિને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પાટણના નેજા હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પાટણ વતી રુત્વીક પટેલની રાહબરી નીચે વિધાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છે તેઓએ ર૦૧૯ – ર૦માં હજાર રૂપિયા ડિપોઝીટ ની રકમ નમો ટેબલેટ માટે ભરી હતી અને તે ટેબલેટ આજદિન સુધી વિધાર્થીઓને યુનિવર્સીટી દ્ઘારા આપવામાં આવ્યા નથી તેમજ આ રકમ પરત પણ કરવામાં આવેલ નથી વિધાર્થીઓના કરોડો રૂપિયા સરકાર પાસે જમા છે જેનુ વ્યાજ પણ વિધાર્થીઓને આપવામાં આવ્યું નથી
અને નમો ટેબલેટ પણ આપવામાં આવ્યા નથી છાત્રો દ્ઘારા યુનિવર્સીટીના કુલપતિને ૧પ દિવસનું આવેદન પત્ર પાઠવી ને તેનો તાકીદના ધોરણે પૈસાનુ વ્યાજ આપવામાં આવે અથવા તો નમો ટેબલેટ આપવામાં આવે તેવી રજુઆત કરી હતી. જયારે આ અંગે કુલપતિ એ છાત્રોને જવાબ આપવાનું ટાળતા છાત્રોએ કુલપતિની ચેમ્બરમાં જ ધરણાં કર્યાં હતા જયાં સુધી અમારી માંગ પુરી નહી થાય ત્યાં
સુધી ધરણા યથાવત રાખવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના યુવાનોએ યુનિવર્સીટી દવારા પોઝિટિવ અભિગમ અપનાવામાં આવે તેવી લાગણી અને માંગણીને વ્યકત કરી હતી.