વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિનને અનુલક્ષાીને ભારતીય જનતા યુવા મોર્ચા દવારા ન.મો. કવીઝ સ્પર્ધાનું આયોજન ઓક્ષાફોર્ડ ઈંગ્લીશ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા યુવા મોચાના પ્રમુખ કૌશલ જોષી ખાસ ઉપસ્થિત રહયા હતા. ત્યારે શાળા પરિવાર દવારા તેઓનું ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક અને બુકે આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી ઉપસ્થિત રહેતા તેઓનું પણ શાળા પરિવાર દવારા સન્માન કરાયું હતું.
આ પ્રસંગે આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ કૌશલ જોષીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ભારત દેશના વડાપ્રધાનના વીસ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેઓએ એકપણ દિવસ રજા લીધા વિના કામ કર્ય હોવાનું જણાવી ભારત દેશ મારો પરિવાર છે
તેવી ભાવના રાખનાર નરેન્દ્રભાઈ મોદીને યુવાનો તેઓને નજીકથી જાણે તે માટે કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી આવા વ્યકિતત્વ વિશે જાણવું તે પણ ગૌરવની બાબત હોવાનું પણ વિદ્યાર્થીઓને જણાવી પોતાની પ્રતિકિ્રયાઓ વ્યકત કરી હતી.
ત્યારબાદ ન.મો. કવીઝ સ્પર્ધામાં ત્રણ ગ્રૃપમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને લગતા પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા. તો આ ન.મો. કવીઝ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.