પાટણ : PATAN
પાટણની ભૂગર્ભ ગટર લાઈનો, પંપીગ સ્ટેશનો અને માખણીયા ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલન રીપેરીંગ, સારસંભાળ, મેઈન્ટેનન્સ વગેરેની કામગીરીનો કોન્ટ્રાકટ સંભાળતી એજન્સીને આ બંન્ને કામગીરીના બીલોની રૂા. ૬ર.૪ર લાખની ચુકવણી નગરપાલિકાએ નથી કરી.
એજન્સીએ પાલિકાના ચીફ ઓફીસરને આ નાણું ૧૦ ઓકટોમ્બર સુધીમાં નહીં કરવામાં આવે તો આ બંન્ને મહત્વની આરોગ્ય ઉપર અસર કરી શકે તેવી સેવાઓના સંચાલન અને મરામત નું કામકાજ ૧૧ મી ઓકટોબર ર૦ર૦ થી ઠપપ કરી દેવાની ચીમકી આપી છે.
આ કામગીરી ઠપ થતાં શહેરમાં ગટરો ઉભરાતા આરોગ્ય સામે જોખમ ઉભું થશે તેની જવાબદારી પાટણ નગરપાલિકાની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તો આ નોટીસ અંગે એજન્સીએ પાટણના કલેકટર, પ્રાંત, મામલતદાર, રીઝનલ કમિશ્નર ગાંધીનગર મ્યુન્સીપલ કમિશ્નર અને પાટણ ના આરોગ્ય ખાતાને પણ જાણ કરી છે.
આ અંગે માઈક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજી નામની એજન્સીના નરેશ પટેલને ટેલીફોનીક પુછતાં તેઓએ પાલિકાએ પૈસાનું ચુકવણું ન કરાતા બે મહીનામાં ૩ નોટીસો સમયાંતરે પાઠવી હોવા છતાં, ચુકવણું એજન્સીને કરવામાં આવ્યું નથી. અને ૯૦ લાખની સરકાર માંથી ગ્રાંટ આવી હોવા છતાં પણ પાલિકા દવારા ચુકવણું એજન્સીને કરવામાં આવ્યું નથી. ગ્રાંટ પણ એજન્સી દવારા કઢાઈને આપવામાં આવી હોવા છતાં ચુકવણું ના થતાં પેમેન્ટો કરવામાં મુશ્કેલી થતી હોવાથી ૧૧ મી તારીખથી ભૂગર્ભ અને એસ.ટી.પી.ના તમામ કામકાજ બંધ કરી દેવાની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
જયારે ખાલકપુરા માં છેલ્લા ર માસથી ગટરો ઉભરાતી હોવાનું જણાવી ભૂગર્ભની કામગીરી સામે સવાલ ઉઠાવતા તેઓએ રોજે રોજ કામગીરી થતી હોવાનું જણાવ્યું હતું. તો ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરે આપેલ ચીમકીના પગલે સાંડેસરા પાટીના પ્રમુખ જયેશ પટેલે પોતાની તીખી પ્રતિકિ્રયામાં નગરપાલિકાનું નાક દબાવવાનો પ્રયત્ન રાજકીય ઈશારે કોન્ટ્રાકટર દવારા કરવામાં આવ્યો હોવાનું જણાવી, હપ્તાની માયાજાળમાં આ પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષોપો કરી પાલિકાના ચીફ ઓફીસરને કોન્ટ્રાકટરનું બીલ ધમકી આપ્યા બાદ રોકી રાખવા અપીલ પણ કરી હતી.
તો બાંધકામ સમિતિના ચેરમેન અને જાગૃત કૉર્પોરેટર ડો.નરેશ દવેએ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરે પાલિકાને આપેલ ધમકીને અયોગ્ય ગણાવી હતી. અને આ એજન્સીની છેલ્લા પાંચ મહીનાથી કામગીરી અયોગ્ય હોવાનું જણાવી, ઠેર ઠેર ભૂગર્ભ ગટરના પ્રશ્નો યથાવત જોવા મળી રહયા છે. અને કોન્ટ્રાકટરને ચેક ન મળવા બાબતે નગરપાલિકા ની કોન્ટ્રાકટની શરતોમાં પાલિકાની આર્થિક સધ્ધરતાને આધીન કોન્ટ્રાકટરનું બીલ ચુકવણું કરવામાં આવતું હોય છે.
વધુમાં તેમને જણાવ્યું કે બહારથી આવેલ કોન્ટ્રાકટરો જો આ રીતે પાટણની વસ્તીને બાનમાં લેવા માંગતા હોય તે ગેરવ્યાજબી ગણાવી, ચીફ ઓફીસરનું સંકલન કરી યોગ્ય રીતે પૈસાની માંગણી કરવી જોઈએ. અને આગામી સામાન્ય સભામાં ડો.નરેશ દવે દવારા પાટણની ઘોર ખોદનાર આવા કોન્ટ્રાકટર સામે ઉગ્ર અને આક્રમક રજુઆત કરવાનું પણ જણાવ્યું હતું. તો નગરપાલિકાનું રાજકીય ઈશારે નાક દબાવવાના પ્રયત્નો થવાની પણ ડો.નરેશ દવેએ શકયતાઓ વ્યકત કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.